અમરેલી

દામનગર રહેણાંક વિસ્તાર માં મોબાઈલ ટાવર સામે સ્થાનિકો એ કચવાટ સાથે ચિફ ઓફિસર ને આવેદન પત્ર પાઠવ્યું

દામનગર શહેર માં સિપાઈ શેરી કુંભાર વાડા રહેણાંક  વિસ્તાર મોબાઈલ ટાવર ઉભો કરતી કંપની સામે સ્થાનિકો માં ભારે નારાજગી ઉભી થઈ સિપાઈ શેરી અને કુંભાર વાડા ના રહીશો એ મોબાઈલ ટાવર રહેણાંક વિસ્તાર માંથી અન્યત્ર ખસેડવા બુલંદ માંગ સાથે દામનગર નગર પાલિકા ના ચીફ ઓફિસર ને આવેદન પત્ર પાઠવ્યું સિપાઈ શેરી અને કુંભાર વાડા ના રહીશો એ રહેણાંક હેતુ ની જમીન ઉપર વાણિજ્ય હેતુ ના ઉપીયોગ કિરણોત્સવ પ્રદુષણ ધ્વનિ પ્રદુષણ ઉપરાંત પક્ષી ચરક ના ઉપદ્રવ જેવા કારણો સાથે પાલિકા તંત્ર સમક્ષ તાકીદે મોબાઈલ ટાવર મંજૂરી રદ કરવાની માંગ કરી હતી રહેણાંક હેતુ માટે મુકરર થયેલ જમીન નો વાણિજ્ય હેતુ માં ગેર કાયદેસર ઉપીયોગ કોઈ સક્ષમ પ્રધિકારી ની મંજૂરી વગર થતા ઉપીયીગ સામે ભારે નારાજગી સાથે આ અંગે જિલ્લા કલેકટર શ્રી અમરેલી તેમજ પ્રાદેશિક કમિશનર કચેરી ભાવનગર સહિત ને આવેદન પત્ર ની કોપી પાઠવી રહેણાંક હેતુ ની જમીન નો ઉપીયોગ માત્ર ને માત્ર રહેણાંક હેતુ માટે થવા બુલંદ માંગ કરી હતી

Related Posts