ભાવનગર

૧૧ મી યુથ હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં ચીન માં  ઈન્ડિયા ની ટીમ વતી ભાગ લઇ કુમારી મનાલી પરમાર માદરે વતન પધારતા ભવ્ય સત્કાર

પાલીતાણા આજરોજ તારીખ ૦૧ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ વિનય વિહાર કેળવણી મંડળ વાળુકડ લોક વિદ્યાલય માં DLSS માં અભ્યાસ કરતી કુમારી મનાલી રાજુભાઈ પરમાર કે જેઓ ૧૧ મી યુથ હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં ચીન માં  ઈન્ડિયાની ટીમ વતી ભાગ લઇ આજરોજ પરત ફરતા તેમનું  ભવ્ય સ્વાગત કરવામાં આવેલ અને વિદ્યાર્થીઓ વાલીઓ દ્વારા ઉમળકા રેલી સ્વરૂપે આવકાર કાર્યક્રમ ગોઠવેલ જેમાં વાળુકડ ગામના લોકો,ncc, dlss,apc,એનએસએસ તથા તમામ વિભાગોના છાત્રો એ હર્ષભેર કુ. મનાલીનું સ્વાગત કરેલ 

રેલી પૂર્ણ થયા પછી સંસ્થાના ટાઉનહોલ ખાતે એક અભિવાદન કાર્યક્રમ રાખેલ જેમાં મનાલી બેનનું મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવેલ અભિનંદન કરવામાં આવેલ આ સાથે તેમના માતા-પિતા તથા તેમના દાદાજીનું પણ સન્માન કરવામા આવેલ

ઉપરાંત તેમના ટ્રેનિંગ કોચ ભાઈશ્રી પ્રવિણસિંહજી તથા શ્રી કૃણાલભાઈ નું પણ સન્માન પત્રથી સન્માન કરવામાં આવેલ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે નંદકુવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના નિવૃત્ત પ્રિન્સિપલ અને ટ્રસ્ટી આદરણીય  શ્રી વાછીનીબા ગોહિલ ખાસ ઉપસ્થિત રહી પ્રોત્સાહિત કરેલ ઉપરાંત લોકશાળા સંઘના શ્રી ખોડાભાઈ ખસિયા પણ ઉપસ્થિત રહેલ પાલીતાણા તાલુકા ના રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહી દીકરીને પ્રોત્સાહિત કરેલ શાળાના સંસ્થાના ટ્રસ્ટ ટ્રસ્ટીઓ દ્વારા પ્રોત્સાહન રૂપે ઇનામ આપી કુ.મનાલીનું અભિવાદન કરવામાં આવેલ  સંસ્થાના સ્થાપક  ટ્રસ્ટી શ્રી નાનુભાઈ શિરોયાએ કાર્યક્રમના અંતે આશિર્વચન પાઠવેલ.

Related Posts