અમેરિકા ખાતે NCSLના 50માં વાર્ષિક ઉત્સવના ભાગરૂપે આયોજિત લેજિસ્લેટિવ સમિટ 2025ની ભવ્ય ઉજવણી ચાલી રહીછે જેમાં રાજ્ય સરકાર ની નીતિ વિષયક વિષયો, નવા ઇમર્જિંગ માર્કેટ અને ઇનોવેશન પર ચર્ચા તેમજ વૈશ્વિક નેતાઓ સાથે સંવાદ સાધી વૈશ્વિક પટલ પર ભારત અને વિશ્વની સ્થિતિને સમજવા સમગ્ર વિશ્વ અને ભારત ના અલગ અલગ રાજ્યો માંથી ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં અમરેલી જીલ્લાના બે ધારાસભ્ય સાવરકુંડલા લીલીયા વિધાનસભા ના મહેશભાઈ કસવાળા અને રાજુલા જાફરાબાદ ના હીરાભાઈ સોલંકી ઉપસ્થિત રહી મેસેચ્યુસેટ્સ સ્ટેટ હાઉસની મુલાકાતે અમેરિકન ધારાસભા પ્રક્રિયાઓને વધુ નજીકથી સમજવાની તક મેળવી હતી અમેરિકા ખાતે યોજાયેલી એક પરિષદમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે 10 જેટલા ધારાસભ્યો ગયેલા છે અમેરિકાના બોસ્ટન ખાતે 50 વર્ષના સુવર્ણ ઉજવણી પ્રસંગે અમેરિકા ખાતે યોજાયેલી પરિષદમાં ટીમ ગુજરાત સાથે ભાગ લેવાની ગૌરવભેર ક્ષણ બની હતી, આ સાથે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, મહેશભાઈ અર્જુનસિંહ ચૌહાણ, દિવ્યેશભાઈ અકબરી, સંજયભાઈ કોરડિયા અને પ્રવીણભાઈ માળી તેમજ અન્ય ધારાસભ્ય ઓ સાથે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું આતકે અમરેલી જીલ્લા ભાજપ અગ્રણી લલિતભાઈ માંરૂ, ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ના મીત્રો કાઠી ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી ગૌતમભાઈ વાળા, ભરતભાઈ ગીડા, ભરતભાઈ વિછિયા, અતુલભાઈ જાની ફૌજી, મીર સમાજ પ્રમુખ ઈમરાનભાઈ ભૂરાણી, કેતન પંડયા, રાજેશકુમાર કારિયા, અમિતગીરી ગોસ્વામી એ બંને ધારાસભ્યોને શુભેચ્છા પાઠવી હતી
અમેરિકા ખાતે ચાલી રહેલ વિધાનભાની રાષ્ટ્રીય પરિષદમાં ગુજરાત રાજ્યમાંથી સાવરકુંડલા અને રાજુલા ના ધારાસભ્યએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું

Recent Comments