અમરેલી

ઝાંપોદર ગામ પાસે ધાતરવડી નદી પર બાઢડાથી રાજુલા તરફ જતાડાબી બાજુમાં આવેલ જૂના પુલ પરથી પસાર થતા તમામ વાહનોએપુલની બાજુમાં આવેલ નવા પુલ પરથી પસાર થવું

અમરેલીતા.૧૧ ઓગસ્ટ૨૦૨૫ (સોમવાર) અમરેલીના બાઢડા-થોરડી-રાજુલા રોડ (એસ.એચ.૩૪) પરથી પસાર થતાં તમામ વાહનોએ વૈકલ્પિક રુટ પર વાહન વ્યવહાર કરવો. 

અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી વિકલ્પ ભારદ્વાજે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ (૧) (બી) હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.

વૈક્લિપક રુટ મુજબ ઝાંપોદર ગામ પાસે ધાતરવડી નદી પર બાઢડાથી રાજુલા તરફ જતા ડાબી બાજુમાં આવેલા જૂના પુલ પરથી પસાર થતા તમામ વાહનોએ પુલની બાજુમાં આવેલા નવા પુલ પરથી પસાર થવું.

પુલની મરામત કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી અને સલામતી દ્રષ્ટિએ સુરક્ષિત ન બને ત્યાં સુધી આ જાહેરનામુ અમલી રહેશે.

હુકમના ભંગ બદલ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ કાર્યવાહી થશે.

Related Posts