સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમાં “હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા” અભિયાન અંતર્ગત આજે ભાવનગર ખાતે મેયર શ્રી ભરતભાઇ બારડે
એ.વી.સ્કૂલ મેદાનથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. સાથોસાથ જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ, ભાવેણાવાસીઓની ઉપસ્થિતિથી
સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને ભાવનગર દેશભક્તિના રંગમાં રંગાયું હતું.
વંદે માતરમ અને ભારત માતાના જયઘોષ સાથે મેયર શ્રી ભરતભાઈએ કહ્યું કે, તિરંગા યાત્રાથી રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર થઈ રહી છે.
આજે આપણે જે આનંદ માણીએ છીએ એની પાછળ અનેક સ્વાતંત્ર્ય સૈનાનીઓએ તેમના જીવનની આહૂતી આપી છે. તિરંગો માત્ર કાપડનો
ટૂકડો નથી એ આપણા સાર્વભૌમત્વ, એકતા અને આપણા સમૃદ્ધ વારસાનું પ્રતિક છે.
સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે દેશપ્રેમની ભાવના ઉજાગર કરતી આ ભવ્ય તિરંગા યાત્રા એ.વી. સ્કૂલનાં મેદાનથી
પ્રારંભ થઈ ગરાશીયા બોર્ડીગ, ભીડભંજન, મોતીબાગ ચોક, રૂપમ ચોક, ખારગેટ, મામા કોઠા રોડ, હલુરીયા ચોક, શહીદ સ્મારકથી એ.વી.સ્કૂલ
ખાતે સમાપ્ત થઈ હતી.
યાત્રાના રૂટ પર શાળાના વિદ્યાર્થીઓ, યુવાનોએ પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી ‘તિરંગા યાત્રા’
માં જોડાયેલા પદયાત્રીઓને ઉમળકાભેર આવકાર્યા હતા. તિરંગા યાત્રામાં અશ્વદળ, બાઇકર્સ, પોલીસ-શાળા બેન્ડ, ગરબો આકર્ષણનું કેન્દ્ર બન્યું
હતું.
આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઇ રાબડીયા, જિલ્લા કલેકટરશ્રી ડૉ.
મનીષ કુમાર બંસલ, કમિશનર શ્રી એન.કે.મીણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરી, ડેપ્યુટી કમિશનર શ્રી જે.કે.રાવલ, જિલ્લાના
પદાધિકારીઓ, એન. સી. સી. કેડેટ્સ, મોટી સંખ્યામાં શાળા- કોલેજના વિદ્યાર્થીઓ- વિદ્યાર્થિનીઓ, ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર તેમજ
મહાનગરપાલિકાના અધિકારીઓ- કર્મચારીઓ તિરંગા યાત્રાની ઐતિહાસિક ક્ષણોમાં સહભાગી બન્યા હતા.
તિરંગાના માન-સન્માન અને દેશભક્તિના જુસ્સા સાથે યોજાયેલી યાત્રામાં સ્થાનિક પદાધિકારીઓ-અધિકારીઓ અને ભાવેણાના નગરજનો ઉત્સાહભેર જોડાયા

















Recent Comments