અમદાવાદ શહેર વિભાગના ટપાલ વિભાગ દ્વારા આવતીકાલે (૧૫ ઓગસ્ટ, ૨૦૨૫) ના રોજ ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથે ડાક ચોપાલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ અને તેના લાભો વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે.
આ કાર્યક્રમનો શુભારંભ ધ્વજવંદન સમારોહથી થશે. અમદાવાદ શહેરના દરેક પોસ્ટ ઓફિસ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે.
આ ઉપરાંત લોકોને નાણાકીય સેવાઓ, વીમા, પેમેન્ટ બેંક સેવાઓ, ડીબીટી, ઈ-કોમર્સ અને નિકાસ સેવાઓ સહિત વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ વિશે શિક્ષિત કરવામાં આવશે. ડાક ચોપાલ ઇવેન્ટ સમાજના છેલ્લા માઇલને ડિજિટલ ઇન્ડિયા, નાણાકીય સમાવેશ, એમ અંત્યોદયના ખ્યાલો સાથે જોડશે.
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય જનતા અને સરકારી સેવાઓ વચ્ચે એક મહત્વપૂર્ણ કડી તરીકે સેવા આપવાનો છે, જે અંતર અને સુલભતા સંબંધિત અવરોધોને ઘટાડે છે.
ટપાલ વિભાગ દ્વારા ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ ડાક ચોપાલ કાર્યક્રમનું આયોજન

Recent Comments