અમરેલી, તા.૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ (શુક્રવાર) અમરેલી જિલ્લાના વડીયા મુકામે યોજાયેલા જિલ્લા કક્ષાના ૭૯મા સ્વાંતત્ર્ય દિનની ઉજવણીના સમારોહમાં જિલ્લામાં કામગીરી કરનારા અધિકારીશ્રીઓ અને કર્મયોગીશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના શહીદ વીર શ્રી વિકાસભાઈ ભનુભાઈ ઠુંમરના પરિવારજનોનું પણ જિલ્લા કલેકટરશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
સન્માન કાર્યક્રમમાં અમરેલી સાંસદશ્રી ભરતભાઈ સુતરિયા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી-વડીયા-કુંકાવાવના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરીમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, સૂપર ન્યૂમરરિ આઇએએસ – આસિસ્ટન્ટ કલેકટર શ્રી અતુલ સિંઘ અને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલ કાનાણી પણ જોડાયા હતા.
સન્માન સમારંભમાં જિલ્લાના ઉપસ્થિત રહેલા ૭૦ જેટલા અધિકારીશ્રી અને કર્મચારીશ્રી તેમજ ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
અમરેલી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મનહરસિંહ ગોહિલ સહિત શિક્ષણ કચેરીના કર્મયોગીઓ એવા ૦૮ શિક્ષકો, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરીના ૦૩ ખેલાડીઓ, અમરેલી વિદ્યાસભાના ૦૫ ખેલાડીઓ, ૦૪ હોમગાર્ડ્ઝ, ધારી વન કચેરીના ૦૫ અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓ, જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના ૦૨ કર્મયોગી, આરોગ્ય તંત્રના ૧૨ કર્મયોગીઓ, મહેસૂલના ૦૩ કર્મયોગીશ્રીઓ, પંચાયતના ૦૬ અધિકારીશ્રી-કર્મયોગીશ્રીઓ, સંકલિત બાળ વિકાસ યોજનાના કર્મયોગીશ્રીઓ, પ્રાકૃતિક કૃષિ કરતા આત્મા ફાર્મસ એવોર્ડ અન્વયેના ૦૪ કૃષિકારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
વધુમાં, અમરેલી ૧૦૮ના એક પાઇલટ અને એક ઇ.એમ.ટી, પોલીસ ઇન્સપેક્ટર, પોલીસ સબ ઇન્સપેક્ટર, આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ સહિત ૧૬ અધિકારીશ્રી-કર્મયોગીશ્રીઓનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું હતું.
સન્માનિત થનારા અધિકારીશ્રીઓ, કર્મયોગીઓ, ખેડૂતો, ખેલાડીઓને શિલ્ડ, પ્રમાણપત્ર, મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વાંતત્ર્ય પર્વ પ્રસંગે સ્મૃતિ તસવીર સાથે થયેલું સન્માન એ સન્માનિતો માટે યાદગાર સંભારણુ બની રહ્યુ હતુ.
Recent Comments