ભાવનગર

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના હસ્તે ભાવનગરજિલ્લાની વિકાસ વાટિકાનું વિમોચન કરાયું

ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના 79 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ
કુમાર બંસલ, ધારાસભ્ય શ્રી ભીખાભાઇ બારૈયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર શ્રી ધવલ
પંડ્યા, પોલીસ અધિક્ષક શ્રી ડૉ. હર્ષદ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે ભાવનગર જિલ્લાની વર્ષ-2024-25 ની વિકાસ વાટિકાનું વિમોચન
કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર વિકાસ વાટિકા પુસ્તિકા-2024-25નું પ્રકાશન નિવાસી અધિક કલેકટર શ્રી એન. ડી. ગોવાણી અને
જિલ્લા આયોજન અધિકારીશ્રીના પરામર્શ અને સહયોગથી કરવામાં આવ્યું છે.
ભાવનગર જિલ્લા માહિતી કચેરીના ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક શ્રી રેસુંગ ચૌહાણ અને સિનિયર સબ એડિટર શ્રી સુનિલ
મકવાણા તથા માહિતી મદદનીશ શ્રી કૌશિક શિશાંગીયા દ્વારા સંપાદિત કરાયેલ આ પુસ્તકમાં ભાવનગર જિલ્લાનો ઇતિહાસ, સંસ્કૃતિ અને
વિકાસની સફળવાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Related Posts