અમરેલી

લીલીયા તાલુકાના ભેંસવડી ગામે ભેંસવડી પ્રાથમિક શાળા ખાતે ચતુર્થવિધ કાર્યક્રમો યોજાયા

લીલીયા તાલુકાના ભેંસવડી ગામે ભેંસવડી પ્રાથમિક શાળા ખાતે ચતુર્થવિધ કાર્યક્રમો યોજાયા હતા વિધાર્થી ઓને ગણવેશના દાતા ડોક્ટર શિવગીરી ગોસ્વામી, ભનુભાઈ દુધાત, લાલજીભાઈ ડોડીયા, વગેરેનું સન્માન કરવામાં આવેલ નિરવભાઈ બુટાણી તરફથી શાળાના તમામ વિધાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાના સ્કૂલ બેગ આપવામાં આવ્યા હતા ભીમજીભાઇ દોમડીયા દ્વારા શાળાને દસ ખુરશી અર્પણ કરવામાં આવેલ જેમનું શાલ સન્માન કરાયુ ભેંસવડી ખાતે જડેશ્વર મહાદેવના મંદિરમાં પતરાના શેડ માટે જયસુખભાઈ બુટાણી દ્વારા રૂપિયા એકાવન હજાર દાન રકમની જાહેરાત કરવામાં આવી શાળાના બાલવાટિકા તેમજ ધોરણ એક થી આઠના પ્રથમ, દ્વિતીય અને તૃપ્તિ ક્રમે ઉતીર્ણ થનાર તેજસ્વી તારલા ઓનું પણ પદાધિકારી અને અધિકારીઓના વરદ હસ્તે સન્માન કરવામાં આવેલ શાળાના તમામ બાળકોને ઉચ્ચ ગુણવત્તાના કાપડ ના ગણવેશ વિતરણ કરવામાં આવેલ આ સાથે શાળાના આચાર્ય બિપીનભાઇ ભટ્ટ વય મર્યાદા થી નિવૃત્ત થતાં હોય તેમના વિદાય કાર્યક્રમ પણ યોજાયો હતો.
             આતકે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પોતાનું પર્ફોમન્સ રજૂ કરી મહેમાનોના દિલ જીતી લીધા સરસ્વતી સન્માન દાતા ઓના સન્માન, વય નિવૃતિ સન્માન અને ગણવેશ વિતરણ કાર્યક્રમમાં અરૂણભાઇ પટેલ વાઇ ચેરમેન અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક, ભરતભાઈ ઠુંમર સરપંચ, ગ્રામજનો, એસ.એમ.સી. તથા બી.આર.સી. અભિષેકભાઈ ઠાકર તથા સી.આર.સી. દીગન્તભાઈ દેવમુરારી વગેરે પદાધિકારી અધિકારીઓ હાજર રહેલ કાર્યક્રમમાં કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી ની પણ ઉજવણી મટકી ફોડ સાંસ્કૃતિક કૃતિનું આયોજનમાં બહેનો સહભાગી બની કૃષ્ણભક્તિમાં રાસ લીધો હતો અરુણભાઈ પટેલ, ડોક્ટર શિવગીરી ગોસ્વામી, બી.આર.સી. અભિષેકભાઇ ઠાકર વગેરે વક્તાઓએ પ્રાસંગિક પ્રવચન કરેલ અને શાળાની પ્રવૃત્તિને અભિનંદન આપેલ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગાયત્રીબેન દવે દ્વારા કરવામાં આવેલ આભાર વિધિ ડોક્ટર કાનપરિયા દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવા અશોકભાઈ મકવાણા, કિંજલબેન સોજીત્રા, પૂજા આસોદરા તથા બાળકોએ  જહેમત ઉઠાવેલ તેમ આચાર્ય અશોક જોષી ની યાદી જણાવેલ.

Related Posts