ભાવનગર જિલ્લાના બાગાયતદારો માટે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે.
યોજના હેઠળના વિવિધ ઘટકની સહાય માટે નવા આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ ને તા.૧૮ ઓગસ્ટ થી તા.૧ સપ્ટેમ્બર સુધી ખુલ્લું મુકવામાં આવ્યું
છે. જે અંતર્ગત સહાયનો લાભ લેવા માંગતા બાગાયતદરોએ www.ikhedut.gujarat.gov.in વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની
રહેશે.
જેમાં લાભ લેવા માંગતા ખેડૂતોએ અરજી કરતાં પહેલા આઈ- ખેડૂત પોર્ટલ પર નોંધણી કરવી ફરજિયાત છે. તેમજ અરજીમા જણાવ્યા
મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ
ક્લેઇમ (બીલ ફાઈલ) સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનીક કાગળો સહિત નાયબ બાગાયત નિયામકની કચેરી, નવાપરા,ભાવનગર
ખાતે બિનચૂક જમા કરાવવાની રહેશે.
બાગાયતી યોજના હેઠળના વિવિધ ઘટકો જેવા કે આંબા તથા જામફળ પાકમાં ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કમલમ ફળ
વાવેતર માટે સહાય, ટીસ્યુકલ્ચર ખારેક, કેળ(ટીસ્યુ)-ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, પપૈયા-ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ,
આંબા તથા લીંબુના ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે સહાય, સરગવા પાકના વાવેતર માટે સહાય, ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલમાં
સહાય, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટે સહાય, પપૈયા, કેળ (ટીસ્યુ), બાગાયતી પેદાશોના પેકિંગ મટીરીઅલ માટે સહાય, ક્રોપ
કવર (શાકભાજી પાકો), ક્રોપ કવર/બેગ (કેળ/પપૈયા પાક માટે), દાડમ ક્રોપ કવર/ખારેક બંચ કવર, ફ્રૂટ કવર (આંબા,દાડમ,જામફળ,સીતાફળ,ડ્રેગન
ફ્રૂટ) કોલ્ડ ચેન મેનેજમેન્ટ કાર્યક્રમ, નાની નર્સરી (૦.૪૦ થી ૧ હે ફાર્મ ગેટ પેકહાઉસ- મુવેબલ હેન્ડલિંગ ટ્રોલી, શોર્ટિંગ ગ્રેડિંગ ટેબલ અને
ફાર્મગેટ સ્ટેન્ડઅલોન કોલ્ડ સ્ટોરેજ સાથે, પ્રી-કુલીંગ યુનિટ, મોબાઈલ પ્રોસેસિંગ યુનિટ, કોલ્ડ રૂમ (સ્ટેગીંગ), ઔષધીય પાક, સોલાર ક્રોપ
ડ્રાયર (૨૪ કલાકના બેકઅપ સાથે), મુલ્ય વર્ધન માટે સેકન્ડરી પ્રોસેસીંગ યુનિટ વિગેરે ઘટકોમાં સહાય માટે અરજી કરી શકાશે.
વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રી, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરનો રૂબરૂ અથવા ટેલીફોન નંબર
૦૨૭૮-૨૪૨૦૪૪૪ પર સંપર્ક કરવાનો રહેશે.
શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન સહિતના ઘટકોમાં સહાયતા મેળવવા ઓનલાઇન અરજી કરવી

Recent Comments