રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહીવટી
તંત્ર ભાવનગરની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર સંચાલિત કલા મહાકુભ જિલ્લાકક્ષા અને
મહાનગરપાલિકાકક્ષાએ અલગ અલગ સ્પર્ધાનો પ્રારંભ જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
આ સ્પર્ધા ૬ થી ૧૪ વર્ષની વયજુથ, ૧૫ થી ૨૦ વર્ષની વયજુથ અને ૨૧ થી ૫૯ વર્ષની વયજુથ અંતર્ગત જિલ્લાકક્ષાની રાસ,
લોકનૃત્ય, એકપાત્રીય અભિનય, કથક, ભરતનાટ્યમ, સર્જનાત્મક કારીગરી, સમૂહગીત, લગ્નગીત, કાવ્ય લેખન, નિબંધ લેખન, ગઝલ, શાયરી,
વકૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ભાવનગર (ગ્રામ્ય) જિલ્લાકક્ષા સ્પર્ધાનું આયોજન તા.૧૯/૦૮/૨૦૨૫ થી ૨૦/૦૮/૨૦૨૫ દરમ્યાન તથા ભાવનગર (શહેર)
મહાનગરપાલિકાકક્ષા સ્પર્ધાનું આયોજન તા.૨૧/૦૮/૨૦૨૫ થી ૨૨/૦૮/૨૦૨૫ દરમ્યાન શિશુવિહાર સંસ્થા, શિશુવિહાર સર્કલ, ભાવનગર
ખાતે કરવામાં આવ્યું છે.
આ તકે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી વિક્રમસિંહ પરમાર, બી.આર.સી. કોર્ડીનેટર શ્રી કલ્પેશ પંડયા, ગૌરવ પુરસ્કાર વિજેતા શ્રી
અમુલભાઈ પરમાર, શ્રી કુશલ દીક્ષિત, શ્રી નીતિનભાઈ દવે તથા શિશુવિહાર સંસ્થાના શ્રી હીનાબેન સહિતના આગેવાનો ઉપસ્થિત ઉપસ્થિત
રહ્યા હતા.
Recent Comments