ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં તા. ૨૦ ઓગસ્ટના રોજ બપોરે ૧૨ વાગ્યે ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં પાણીની
આવક શરૂ થતાં શેત્રુંજી ડેમના ૫૯ દરવાજા ૨ ફુટ ખોલવામાં આવ્યા છે તથા ડેમમાંથી ૧૫,૩૪૦ ક્યુસેક પાણીનો પ્રવાહ પસાર થાય છે. જેથી
શેત્રુંજી ડેમની નીચાણવાળા વિસ્તારમાં આવેલ પાલીતાણા તથા તળાજા તાલુકાના ગામોના લોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર-જવર
નહીં કરવા ભાવનગર જળ સિંચન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીની યાદીમાં જણાવાયું છે.
આ ઉપરાંત ભાવનગર જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડિયો સંદેશ દ્વારા
નીચાણવાળા ગામોને તાકીદ કરીને એલર્ટ રહેવા જણાવ્યું છે.
સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ 100% ભરાતા પાલીતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ,
માયધાર અને મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ,
તરસરા અને સરતાનપરને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
Recent Comments