ગુજરાત

ગુજરાતના 19થી વધુ જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ, આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી : હવામાન વિભાગ

છેલ્લા 4 દિવસથી સમગ્ર રાજ્યમાં વરસાદે ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસારી ગઈ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આજે ઓરેન્જ એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે શુક્રવારે (22 ઓગસ્ટ) કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ખેડા, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે. 

રાજ્યમાં આગામી 23-24 ઓગસ્ટ દરમિયાન 15 થી વધુ જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 

આગામી 25-26 ઓગસ્ટ દરમિયાન સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા, આણંદ, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ છે. 

27 ઓગસ્ટે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે. 

ગઈકાલે રાજકોટ જિલ્લા કલેક્ટરે વરસાદ અને અગાહીને લઈને માહિતી આપી છે, તે મુજબ રાજકોટ શહેર અને જિલ્લો ઓરેન્જ ઝોનમાં છે. છેલ્લા બે દિવસમાં વરસેલા વરસાદ અને ડેમની સ્થિતી વિશે જિલ્લા કલેક્ટરે જાણકારી આપી છે અને કહ્યું કે આગાહીના પગલે ડેમના નીચાણવાળા વિસ્તારના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજકોટની ભાગોળે આવેલો લાલપરી ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. મોજ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો, આજી-1 ડેમ 88 ટકા ભરાઈ ગયો, મોજ, વેણુ, આજી-3ના દરવાજાઓ ખોલવામાં આવ્યા છે. આ ત્રણે ડેમોમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. જિલ્લાના દરેક તાલુકામાં સારો વરસાદ વરસ્યો છે. જિલ્લાના તમામ ડેમો 67 ટકા ભરાઈ ગયા છે.

Related Posts