છેલ્લા ૪ દિવસથી સમગ્ર રાજ્ય પર જાણે મેઘરાજા વધુ મહેરબાન થઇ ગયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
ઇડરના ગ્રામ્ય પંથકમાં વરસાદી પાણી ભરાયા, સ્થાનિકોની ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું, સાબરકાંઠા જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે, માથાસુર ગામે મકાનોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોની ઘરવખરી પલળીને ખાખ થઈ ગઈ છે, ૫૦ કરતા વધુ મકાનોમાં પાણી ભરાતા નુકસાન થયું છે, મુખ્યમાર્ગ પર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે, ગઇકાલે વડાલીમાં નવ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે.
ઈડરના માથાસુર ગામના મકાનોમાં વરસાદી પાણી ભરાયા છે, મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે, વરસાદી પાણીના નિકાલને લઈ સ્થાનિકોએ સ્વખર્ચે કામગીરી કરી છે, રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસ્યો હોવાની વાત સામે આવી છે, સાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મામાં ખાબક્યો છે આઠથી નવ ઇંચ જેટલો વરસાદ તો માથાસુર ગામમાં ૫૦ કરતા વધુ રહેણાંક મકાનોમાં પાણી ભરાતા નુકસાન થયું છે, સ્થાનિક તંત્રમાં રજૂઆત છતાં પાણીના નિકાલની નથી કરાઈ રહી વ્યવસ્થા.
સાબરકાંઠા જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે ઇડરના ગ્રામ્ય પંથકમાં વરસાદી પાણી ભરાયા

Recent Comments