ગુજરાત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી એકવાર પશુઓમાં લમ્પી વાયરસનો પ્રકોપ જોવા મળ્યો; પ્રાથમિક સારવાર માટે હળદરનો ઉપયોગ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી એકવાર પશુઓમાં લમ્પી વાયરસનો પ્રકોપ જોવા મળ્યો છે. આ વાયરસના કારણે અનેક ગાયો ગંભીર રીતે બીમાર પડી છે અને તેમની હાલત અત્યંત દયનીય બની છે. સ્થાનિક સ્તરે એક ખાનગી ગૌશાળા દ્વારા આ પીડિત ગાયોની સારવાર માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ખાનગી ગૌશાળા દ્વારા લમ્પી વાયરસથી પીડાતી ગાયોની સારવાર કરવામાં આવી રહી છે. હળદળથી પ્રાથમિક સારવાર માટે ગાયોને લગાડવામાં આવી રહી છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી એકવાર પશુઓમાં લમ્પી વાયરસનો પ્રકોપ જોવા મળ્યો છે. આ વાયરસના કારણે અનેક ગાયો ગંભીર રીતે બીમાર પડી છે અને તેમની હાલત અત્યંત દયનીય બની છે. સ્થાનિક સ્તરે, એક ખાનગી ગૌશાળા દ્વારા આ પીડિત ગાયોની સારવાર માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

હાલમાં 35 થી 40 જેટલી ગાયોને લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ રોગગ્રસ્ત ગાયોની પ્રાથમિક સારવાર માટે હળદરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે વાયરસના ઘા અને સોજા પર લગાવવામાં આવે છે. આ પ્રકારની સારવાર દ્વારા ગાયોને તાત્કાલિક રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી તેમનો જીવ બચાવી શકાય.

Related Posts