ગુજરાત

સાબરમતી નદીમાંથી છોડેલા પાણીને કારણે કાંઠાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ

અમદાવાદમાં ચાલુ ચોમાસા દરમિયાન પાણી ભરાવ સાથે ભારે વરસાદ પડતા સાબરમતી નદીમાં પાણીનું સ્તર ખતરાની સપાટીએ પહોંચી ગયુ છે. વાસણા બેરેજના દરવાજા ખોલાયા બાદ નદીમાંથી છોડેલા પાણીને કારણે કાંઠાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
સરખેજના બાકરોલ ગામમાં પાણીના સ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેને કારણે
ગ્રામિણ વિસ્તારોમાં ખાસ કરીને ખેડૂતોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા ખેડૂતોએ જણાવ્યું કે પાણી ખેતરોમાં ફરી વળતા દૂધી અને રીંગણાના પાકને ગંભીર નુકસાન પહોંચ્યું છે. ઘણી જગ્યાએ વાવેતર ધરાસાય થયું છે, જેનાથી આર્થિક નુકસાન થવાની શક્યતા વધી છે. સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ છે, કારણ કે જાેઈન્ટ પાણીના સ્તર વધવા પામે તો પાણી ઘરો સુધી ઘૂસી જવાની પણ શક?યતા છે. તંત્ર તરફથી સતત પાણીના પ્રવાહ અને વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે.
મહત્વનું છે કે વાસણા બેરેજના ૨૭ દરવાજા ૬ ફૂટ સુધી ખોલાતા સાબરમતી નદીમાં ૯૪ હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ બેરેજમાં પાણીનું સ્તર ૧૩૧ ફૂટની સપાટીએ છે અને છોડવામાં આવતું પાણી સતત વધી રહ્યું છે. સુરક્ષા દૃષ્ટિએ શહેરના ૧૯ જેટલા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયો છે. સુભાષ બ્રિજ ખાતેથી વ્હાઈટ સિગ્નલ એલર્ટ અપાયું છે, જ્યારે સંત સરોવર ડેમમાંથી પણ ૯૬,૨૩૪ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું છે. નદીના કાંઠા વિસ્તારના લોકો માટે તંત્રએ એલર્ટ જાહેર કરીને તમામ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક એલર્ટ રહેવાની સૂચના આપી છે.

Related Posts