ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના ભાવનગર વિભાગ તેમજ વિભાગના ડેપો દ્વારા ભાદરવી અમાસના દિવસે દર વર્ષે
મુસાફરોની સુવિધા પુરી પાડવા માટે એકસ્ટ્રા સંચાલન હાથ ધરવામા આવે છે. આ વર્ષે તા. ૨૩/૦૮/૨૫ ના રોજ ભાદરવી અમાસના પવિત્ર
દિવસે ભાવનગર જિલ્લાના નિષ્કલંક મહાદેવ (કોળીયાક) ખાતે ખુબ જ બહોળી સંખ્યામા ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે. ગુજરાતભરમાંથી
તેમજ દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવતા યાત્રાળુઓને સુવિધા પુરી પાડવા માટે ભાવનગર બસ સ્ટેશન, ઘોઘા જકાત નાકા તેમજ હોઈદડ
ખાતે પોઈન્ટ ઉભા કરી ભાવનગર ડેપો દ્વારા કુલ ૫૫ બસો સંચાલનમાં મુકી નિષ્કલંક મહાદેવ (કોળીયાક) માટે એકસ્ટ્રા સંચાલન હાથ ધરવામાં
આવ્યું હતું. જેમાં સંચાલનના ભાગરૂપે કુલ ૪૧૧ ટ્રીપો થકી ૧૦,૦૩૮ ક.મી. નું સંચાલન કરવામા આવ્યું હતું. આ સુવિધાનો ૧૯,૬૧૪
મુસાફરોએ લાભ લીધો હતો અને ભાવનગર કેન્દ્રને રૂા. ૫,૬૬,૩૧૮/- ની આવક પ્રાપ્ત થઈ હતી.
આ ઉપરાંત વિભાગના તળાજા કેન્દ્ર તેમજ બરવાળા કેન્દ્ર દ્વારા ભાદરવી અમાસના દિવસે એકસ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં તળાજા ડેપો ખાતે થી ૦૫ બસો દ્વારા તળાજા થી ગોપનાથ માટે કુલ ૩૪ ટ્રીપો થકી ૭૪૮ કી.મી. સંચાલિત કરી હતી. જે સંચાલનનો
લાભ ૮૮૮ મુસાફરોએ લીધો હતો અને તળાજા કેન્દ્રને રૂા. ૩૦,૦૫૨/- ની આવક પ્રાપ્ત થઈ હતી અને બરવાળા કેન્દ્ર દ્વારા બરવાળાથી
ભીમનાથ માટે ૦૮ બસો દ્વારા કુલ ૮૮ ટ્રીપો થકી ૨૬૪૦ કી.મી. સંચાલિત કરાયું હતું. જે સંચાલનનો લાભ ૩૦૨૬ મુસાફરોએ લીધો હતો
અને બરવાળા કેન્દ્રને રૂા. ૭૩,૪૦૬/-ની આવક પ્રાપ્ત થઈ હતી.
Recent Comments