ગુપ્તચર સંસ્થાઓના અહેવાલ અને અમુક ભુતકાળના બનાવોથી જણાય છે કે ત્રાસવાદી તથા ગુનેગાર તત્વો/ઇસમો વિવિધ વિસ્તારમાં
ગુપ્ત રીતે આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે તેમજ માનવ જીંદગીની ખુવારી થાય અને જાહેર સંપતિને નુકશાન પહોંચાડે તેવી
શકયતાઓ રહેલી છે. તેમજ આગામી દિવસોમાં દિવાળી જેવા તહેવારો આવનાર હોય. આ તહેવારો દરમ્યાન આતંકવાદીઓ તથા ગુનેગારો અન્ય
શહેર, રાજય કે દેશમાંથી આવી કોઇ સ્થાનિક વ્યકિતના માલિકીના મકાન ભાડે રાખીને તેમજ ભાવનગર જિલ્લામાં આવેલ વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં
લેબર તરીકે મજુરી કામ કરી સ્થાનિક જગ્યા વિગેરેનો સર્વે/રેકી કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈને તેઓની ત્રાસવાદી તથા ગુનાહિત
પ્રવૃતિઓને અંજામ આપવાની શકયતા નકારી શકાય નહિ, જેથી ભાવનગર જિલ્લામાં જાહેર સલામતી અને સુલેહ શાંતિ જળવાઇ રહે તે હેતુસર
ભાડેથી મકાન આપતા મકાન માલિકો નિયમિતરૂપે તેઓના માલિકીના મકાનમાં ભાડે રહેતા ઇસમો/વ્યકિતઓ અંગેની માહિતી સંબંધિત સ્થાનિક
પોલીસ સ્ટેશનને જણાવે તે ખુબ જ હિતાવહ છે. જેથી પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગરના પત્રથી મકાન માલિકો દ્વારા મકાન ભાડે આપવામાં
આવે ત્યારે આ અંગેની માહિતીનું નિયત ફોર્મ સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવામાં આવે તે માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરેલ છે. જે
દરખાસ્ત અનુસારનું જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાય છે.
સબબ, એન.ડી.ગોવાણી (જી.એ.એસ.), અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર જિલ્લો, ભાવનગર, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-
૨૦૨૩ ની કલમ-૧૬૩ ની પેટા કલમ-(૧) હેઠળ મને મળેલ અધિકારની રૂઈએ સમગ્ર ભાવનગર જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ શહેરી
વિસ્તારો, ઔદ્યોગિક વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોઇ પણ મકાન માલિક અગર તો આ માટે આવા મકાન માલિકે ખાસ સત્તા આપેલ
વ્યકિતઓએ પોતાના હસ્તકના મકાનો ભાડે આપના પહેલા આવા મકાન તથા ભાડુઆતોના નામ/સરનામાની વિગતો નીચેના નમુનામાં સંબંધિત
પોલીસ સ્ટેશને જાણ કર્યા સિવાય કોઇ પણ વ્યકિતને તેઓ હસ્તકના મકાન ભાડેથી નહિ આપવા ફરમાવુ છું.
આ જાહેરનામું સમગ્ર ભાવનગર જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ શહેરો/ગામોનાં મકાન માલિકોને લાગુ પડશે. આ જાહેરનામું પ્રસિધ્ધ
થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ
શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલાં લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીને અધિકૃત
કરવામાં આવે છે.
ભાવનગર જિલ્લામાં રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં મકાન-એકમો ભાડે આપવાનીનોંધણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

Recent Comments