હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજી પણ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 6દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેમાછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગ મુજબ, આજે ગુરુવારે (28 ઑગસ્ટ) મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલોઍલર્ટ જાહેર કર્યું છે.
રાજ્યમાં આગામી 29થી 31 ઑગસ્ટ દરમિયાન મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, અરવલ્લી, નવસારી, વલસાડ, સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ સાથે અન્ય વિસ્તારોમાં 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે હળવા વરસાદની શક્યતા છે.
આગામી 1-2 સપ્ટેમ્બરમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 8થી વધુ જિલ્લામાં હવામાન વિભાગે યલોઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં 1 સપ્ટેમ્બરે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ અને 2 સપ્ટેમ્બરે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 3 સિસ્ટમને કારણે ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે. લો પ્રેશરસિસ્ટમબંગાળની ખાડી પાસે સક્રિય છે. તો અપર એર સાયક્લોનિકસર્ક્યુલેશન પણ સર્જાયુંછે.મોન્સૂનટ્રફ એમ કુલ 3 સિસ્ટમને કારણે ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. આગાહી પ્રમાણે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા વડોદરા,આણંદ, ખેડામાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાત, બનાસકાંઠા અને સાબરકાંઠા,અરવલ્લી, મહેસાણા, તાપી, મહીસાગર, દાહોદ, સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પણ જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
Recent Comments