ગુજરાત

કેન્દ્રીયમંત્રીશ્રીના હસ્તે રૂ. 198 લાખનાં1485 કામોનુંખાતમુહૂર્ત અને રૂ. 347 લાખનાં ખર્ચે 1094 કામોનું લોકાર્પણ

ભારત સરકાર તથા ગુજરાત સરકારનાં સંયુક્ત ઉપક્રમે “જળ સંચય જન ભાગીદારી અભિયાન” અંતર્ગત ભારત સરકારનાંજળશક્તિમંત્રાલયનાંમંત્રીશ્રીસી.આર. પાટિલનાં વરદ હસ્તે જળસંચયનાકામોનાંખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન બોટાદમાંનિલકંઠ પાર્ટી પ્લોટ, ગઢડા રોડ, બોટાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ તકે 198 લાખનાં 1485 કામોનુંખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જ્યારે રૂ. 347 લાખનાં ખર્ચે 1094 કામોનું લોકાર્પણ કેન્દ્રીયમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રીશ્રીસી.આર.પાટિલે જણાવ્યું હતું કે, “‘પાણી બચાવવું એ આપણાં સૌની ફરજ છે’ અને ‘સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં’ જેવાં મંત્રો આજે વૈશ્વિક જળ સંકટનાં સમયમાં વધુ પ્રસ્તુત બન્યાં છે. ત્યારે વરસાદી પાણીના સંગ્રહ માટેનાં નાનામાં નાના પ્રયાસો પણ સામૂહિક રીતે મોટા પરિણામો લાવી શકે છે. વરસાદનું પાણી જીલી લેવું જોઈએ અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરવો જોઈએ. પ્રધાનમંત્રીશ્રીનરેન્દ્રમોદીના નેતૃત્વમાં આપણાં દેશને પાણીદાર બનાવવા માટે અનેક પ્રયત્નો થયાં અને તેનાં પરિણામે આજે આપણને જળ સંચય અભિયાન ક્ષેત્રે સફળતા મળી રહી છે. આપણાં સૌ માટે ગૌરવની વાત છે કે મુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં જળ સંચય અભિયાનનીઅમલવારીમાં આપણું રાજ્ય મોખરે છે. આપણાં રાજ્યમાં દાતાશ્રીઓના સહયોગ, વહીવટી તંત્ર અને સ્થાનિક આગેવાનોનાંસહયોગથી ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે.”
કેન્દ્રીયમંત્રીશ્રીસી.આર.પાટિલે વધુ જણાવ્યું હતું કે, “જનભાગીદારી થકી હાથ ધરાતાં આવાં કાર્યો ભવિષ્યની પેઢી માટે જળ સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ કદમ છે. આ જળ સંચયથી ખેતી માટે સિંચાઈના પાણીની ઉપલબ્ધતામાં વધારો થશે અને પીવાના પાણીની સમસ્યા પણ હળવી બનશે. આપણે સૌએ સૌપ્રથમ એ વિચાર કરવો જોઈએ કે આપણાં ઘરનાં ધાબા પર આવતાં વરસાદી પાણીનો કેવી રીતે સંગ્રહ કરી શકાય, નાના પ્રયત્નોથી સરળતાથી 3 થી 4 લાખ લિટર પાણી જમીનમાં ઉતારી શકાય છે. ખેતરોમાંસ્ટ્રક્ચર બનાવીને જળ સંચય કરવો જોઈએ. સૌરાષ્ટ્રમાં એક સમયે પાણીની અછત હતી, પરંતુ સૌની યોજના જેવાં પ્રયત્નોથી આ સમસ્યા હલ થઈ છે. વરસાદી પાણીનો સંગ્રહ કરવાની કામગીરી સૌ ગામવાસીઓએઝુંબેશરૂપે હાથ ધરવી જોઈએ. સંગ્રહિત કરેલાં વરસાદી પાણીની ગુણવત્તા પણ શ્રેષ્ઠ હોય છે. જળસંચય અભિયાન આગામી પેઢીનાંભાવિને સુરક્ષિત કરવામાં અનિવાર્ય યોગદાન આપી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરી, તેને ભૂગર્ભમાં ઉતારી જળસ્તરને પુનર્જીવિત કરવાનો, સિંચાઈ ક્ષમતા વધારવાનો અને લાંબાગાળેખેડૂતોની સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા જેવી સકારાત્મક અસરો જોવા મળે છે. ત્યારે આપણે સૌ જળ સંચય અભિયાનમાંજોડવવા માટે સંકલ્પબદ્ધથઈએ અને આ અભિયાનમાં ભાગીદાર બનીએ.”
આ અવસરે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો વિભાગનાંકેન્દ્રિયરાજયમંત્રી શ્રીમતી નિમુબેનબાંભણીયાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, “આજે આપણી બોટાદની ધરતી પર જળ સંચયની દિશામાં ઐતિહાસિક પગલાઓલેવાઈ રહ્યાં છે, આજનો દિવસ આપણાં સૌ માટે ખૂબ મોટો દિવસ છે. દેશનાંપ્રધાનમંત્રીશ્રીનરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલાં જળ સંચય અભિયાનને ભારત સરકારશ્રીનાજળશક્તિમંત્રાલયનાંમંત્રીશ્રીસી.આર.પાટિલે કુશળ નેતૃત્વથી વેગ આપ્યો છે. ‘જલ હૈ તો કલ હૈ’, પાણી બચાવવું એ દરેક નાગરિકની ફરજ છે. રિડ્યુઝ, રિયુઝ અને રિસાઈકલના સૂત્રને અનુસરતાં વિકસિત ભારત માટે પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરે છે. આપણે સૌએ નિર્ધાર કરવાનો છે કે આપણાં ગામમાં, આપણાંવોર્ડમાં નાના નાના વોટર હાર્વેસ્ટિંગ અને કેચ ધ રેઈનના સરળ સ્ટ્રક્ચરઉભાં કરી વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે આપણે આગળ વધીએ.”
આ કાર્યક્રમમાં સ્વાગત વિધિ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ભાર્ગવ પટેલ દ્વારા જ્યારે આભાર વિધિ નિવાસી અધિક કલેક્ટરશ્રીપી.એલ.ઝણકાત દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જળશક્તિ મંત્રાલય વિભાગનીડોક્યુમેન્ટ્રી પ્રદર્શિત કરવામાં આવી હતી.
બોટાદ ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠકનાસાંસદશ્રીચંદુભાઈસીહોંરા, બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રીજેઠીબેનપરમાર, ગઢડાનાધારાસભ્યશ્રી મહંત શંભુનાથજીટૂંડિયા, ધંધુકાનાધારાસભ્યશ્રીકાળુભાઈડાભી, કિશાનમોરચાના રાષ્ટ્રીય મહામંત્રીશ્રીબાબુભાઈજેબલીયા, જિલ્લા અગ્રણીશ્રીમયૂરભાઈ પટેલ, શ્રી પાલજીભાઈપરમાર, શ્રી રઘુભાઈહુંબલ, જિલ્લા ખરીદ વેચાણ સંઘનાપ્રમુખશ્રી સુરેશભાઈ ગોધાણીસહિતનાઅગ્રણીશ્રીઓ, અગ્રણી ઉદ્યોગપતિશ્રીવેલજીભાઈ, શ્રી નાનુભાઈમેણપરા તેમજ બોટાદ જિલ્લાનાં ઉચ્ચ અધિકારીશ્રીઓકલેક્ટરશ્રી ડો. જીન્સીરોય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનિયા, બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ચિંતન જે. તેરૈયા, પ્રાંત અધિકારીશ્રી આરતી ગોસ્વામી સહિતનાંઅધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Posts