મેજર ધ્યાનચંદ જયંતિની ઉજવણી પ્રસંગે ભાવનગર શહેરમાં ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે
શહેરમાં આજે વહેલી સવારે સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાનગરપાલિકાના મેયર શ્રી ભરતભાઇ બારડ, જિલ્લા
કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલ, મ્યુનિસિપલ કમિશનરશ્રી એન.કે.મીણાએ ફ્લેગ ઓફ કરી સાયકલોથોનનો પ્રારંભ કરાવ્યો હતો.
ભાવનગર શહેરમાં ૯ કિલોમીટર સુધી યોજાયેલી આ સાયકલ રેલીમાં અંદાજે ૧ હજારથી વધુ સાયકલિસ્ટોએ ઉત્સાહભેર ભાગ લઈ
ફિટ અને તંદુરસ્ત રહેવાનો સંદેશ આપ્યો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પણ સ્વયં સાયકલ ચલાવીને નગરજનોને ફિટ રહેવાનો સંદેશ આપ્યો હતો. આ
સાયકલોથોનમાં ભાગ લેનાર દરેક વ્યક્તિને સર્ટીફિકેટ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ સાયકલોથોન ગુલીસ્તા, સેન્ટ્રલ સોલ્ટ, દિલબહાર પાણીની ટાંકી, જ્વેલર્સ સર્કલ, નીલમબાગ, કાળાનાળા અને પરત ગુલીસ્તાન
ખાતે તેની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
સન્ડે ઓન સાયકલ રેલીમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઇ રાબડીયા, ડેપ્યુટી કમિશનરશ્રી જે.કે.રાવલ, ભાવનગર મહાનગર
પાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ, વિવિધ એસોસિયેશનો, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ભાવનગરના શહેરના
નગરજનો અને સાયકલિસ્ટો ઉપસ્થિત જોડાયા હતા.
ગુલીસ્તાથી નીકળેલી રેલીમાં મેયરશ્રી ભરતભાઇ બારડ, કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલ, કમિશનરએન.કે.મીણાએ સ્વયં સાયકલ ચલાવીને ફિટ રહેવાનો સંદેશ આપ્યો

Recent Comments