સુરતના પલસાણામાં એક મોટી દુર્ઘટના ઘટી હતી જેમાં, જાેળવા ગામની સંતોષ નામની એક મીલમાં બોઈલરનું ડ્રમ ફાટતા અફરાતફરી મચી જવા પામી હતી. સંતોષ ટેક્સટાઈલ મીલમાં બોઈલરનું ડ્રમ ફાટતા કેટલાક કર્મચારીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ ઘટનામાં ૧૫ જેટલા કામદારો દાઝ્યા છે અને બે લોકોના મોત થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.
આ દુર્ઘટના અંગે મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ, સંતોષ ટેક્સટાઈલ મીલમાં ચાલુ કામગીરી દરમિયાન બોઈલર ફાટ્યું હતું. આ બોઈલર ફાટ્યું તે દરમિયાન શ્રમિકો અને કામદારો કામ કરી રહ્યા હતાં. ડ્રમ ફાટતાની સાથે જ અફરા તફરી મચી જવા પામી હતી. ઘટનાને પગલે ફાયર, પોલીસ અને ૧૦૮ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં અનેક કામદારોને ઈજા પહોંચી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બોઈલરનું ડ્રમ ફાટતાં જ મીલમાંથી પતરા તોડીને ફસાયેલા કામદારોને બહાર કાઢવા માટે આસપાસ ના લોકો અને ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. આ બાબતે જાન થતા જ પોલીસ અધિકારીઓ ની ટીમ પણ તાત્કાલિક હાજર થઇ ગઈ હતી. આ ઘટનામાં મીલની બહાર લોકોના ટોળા ભેગા થયા હતાં. આ ઘટનામાં કોઈનું મોત થયાના સમાચારો હજી સુધી સામે આવ્યા નથી. પોલીસ અને ફાયરની ટીમના જવાનો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
સુરતના પલસાણામાં જાેળવા ગામની મીલમાં બોઈલરનું ડ્રમ ફાટ્યું; ૨ કામદારોની મોત, ૧૫ જેટલા કામદારો દાઝ્યા

















Recent Comments