રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલુ વર્ષે ખેલ મહાકુંભ ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યુ છે. ખેલ મહાકુંભ ૨૦૨૫માં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓ તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે. નિયત વયજૂથના તમામ ખેલાડીઓ દ્વારા https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઈ શકશે. કોઈપણ ખેલાડી બે રમત કરતા વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં. એક જ કે.એમ.કે. આઈ.ડી થી ખેલાડીએ ૨ રમતમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તો રોકડ ઇનામપાત્ર પુરસ્કાર મળવાપાત્ર રહેશે. જે ખેલાડી પાસે જુના કે.એમ.કે આઈ.ડી હોય તેઓએ ફરજિયાત જૂના આઈ.ડીથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
અં-૯, અં-૧૧, અં-૧૪, અં-૧૭ની વયજૂથમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકશે. ૪૦ અને ૬૦ વર્ષથી ઉપરના ખેલાડી, ઓપન એઈઝ ગૃપના ખેલાડીઓ અને અભ્યાસ ન કરતા ખેલાડીઓ પણ જે તે વયજૂથ પ્રમાણે જિલ્લાના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી અથવા પોતાના મોબાઈલ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે.
વધુ વિગતો માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગોળ દવાખાનાની બાજુમાં ચિત્તલ રોડ, અમરેલીનો સંપર્ક કરવાનો રહેશે. ઓનલાઈન અરજી કરવામાં કોઈ તકલીફ હોય તો ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૭૪ ૬૧૫૧ પર સંપર્ક કરવો તેમ અમરેલી જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


















Recent Comments