ભાવનગર

મુંબઈ અંધેરી ખાતે રાજ્ય મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકી પરિવાર દ્વારા આયોજિત ગણેશમહોત્સવમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા ઉપસ્થિત રહ્યાં

મુંબઈ અંધેરી ખાતે પશુપાલન અને મસ્ત્ય ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી અને રાજુલા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી
હિરાભાઈ સોલંકી તથા તેમના પરિવાર અને શ્રી મોગરેશ્વર સાર્વજનિક ગણપતિ મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં કેન્દ્રીય ગ્રાહક
બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ પરિવાર સાથે ઉપસ્થિત રહી ગણપતિ બાપાના
ભક્તિભાવપૂર્વક દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે રાજ્ય મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકી અને ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકીએ કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાનું
ભાવભર્યું સ્વાગત કરી સ્મૃતિચિન્હ રૂપે મોમેન્ટો અર્પણ કર્યો હતો. આ વેળાએ અંધેરીના ધારાસભ્ય શ્રી મુરજીભાઈ પટેલ અને ભાવનગર જિલ્લા
ભાજપ પ્રમુખશ્રી દિગ્વિજયસિંહ ગોહિલ તથા કોળી સેના – ગુજરાતના યુવા પ્રમુખશ્રી દિવ્યેશભાઈ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા
હતા.

Related Posts