અમરેલી

રસાયણના ઉપયોગ વગરની દેશી ગાય આધારિત ખેતીનું અનોખું વિજ્ઞાન

રાજ્યને આગામી વર્ષોમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતીયુક્ત બનાવવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માર્ગદર્શન હેઠળ રાજયભરમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે મિશન મોડમાં પ્રયાસો શરૂ છે. સમયની માગ સાથે અમરેલી જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક કૃષિને ઉત્સાહભેર અપનાવી રહ્યા છે.

રાજય સરકાર સહિત પ્રગતિશીલ ખેડૂતોને દ્વારા ખેડુતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અને તેની વિવિધ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. ખેડૂતોને, પ્રાકૃતિક કૃષિમાં છોડને રાસાણયિક ખાતર વગર નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ કેવી રીતે મળે છે?  રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા લખવામાં આવેલા પ્રાકૃતિક કૃષિના પુસ્તકમાં આ પ્રક્રિયા વિશે આ વિશે સમજ આપી, પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

મનુષ્યની જેમ છોડને પણ પોષક તત્વોની આવશ્યકતા છે, આ પોષક તત્વોને ચાર વિભાગમાં વહેંચી શકાય છે. (૦૧) કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, (૦૨) નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, (૦૩) કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ગંધક (૦૪) અન્ય ૯૯ તત્વો.

નાઈટ્રોજન :  જંગલમાં કોઈપણ છોડ અથવા ઝાડને કોઈ પણ પર્ણ તોડી વિશ્વની કોઈપણ પ્રયોગ શાળામાં પર્ણની ચકાસણી કરાવો તો તેમાં નાઈટ્રોજનની ઉણપ મળશે નહી. આનો અર્થ એ થાય કે નાઈટ્રોજન એ પ્રકૃતિમાંથી મળે છે. હવામાં ૭૮.૬% નાઈટ્રોજન હોય છે. હવા નાઈટ્રોજનનો સમુદ્ર છે. હવા માંથી કોઈ પાંદડું નાઈટ્રોજન સીધું ન લઈ શકે. ‘નાઈટ્રોજન સ્થિતિકરણ બેક્ટેરિયા’ છોડને નાઈટ્રોજન આપવામાં મદદ કરે છે.  નાઈટ્રોજન સ્થિતકરણ બેક્ટેરિયા બે પ્રકારના હોય છે. ૧. સહજીવી બેક્ટેરિયા, ૨. અસહજીવી બેક્ટેરિયા.

૧. સહજીવી બેક્ટેરિયા:- રાઈઝોબીયમ બેક્ટેરિયા, માઈકોરાઈઝા, ઈન્ડીગો, લીલો શેવાળ આ સહજીવી બેક્ટેરિયા હવામાંથી નાઈટ્રોજન લે છે. છોડને જેટલા નાઈટ્રોજનની જરુર હોય છે તેટલો નાઈટ્રોજન લે છે. મૂળ નાઈટ્રોજન મેળવીને બેક્ટેરિયાને ભરપુર કાચી શર્કરા આપે છે. તેથી તેને સહજીવી બેક્ટેરિયા કહેવામાં આવે છે. આ બેક્ટેરિયા જે પાકમાં મુળગંડીકા હોય તેવા કઠોળવર્ગના (લેગ્યુમીનોસી) પાકોમાં હોય છે. મૂળીયાઓ આ જીવાણુઓને વસવાટ પુરો પાડે છે. જેથી જો હવામાથી નાઈટ્રોજન, લેવાનો હોય તો તમારે કઠોળ પાકનું વાવેતર કરવું પડશે. મૂળનાં આ બેક્ટેરિયા દેશી ગાયનાં આંતરડામાં પણ જોવા મળે છે.

૨. અસહજીવી બેક્ટેરિયા : આ બેક્ટેરિયા ઘાસ ગ્રામીણી કુટુંબના છે. એક જૂથ એકદળી વનસ્પતિના મુળની નજીક હોય છે. ડાંગર, શેરડી, સરસવ, ઘઉં, બાજરી, રાગી, કપાસ, અળસી, સુર્યમુખી, એરંડા, તલ વગેરે એક્ઝોટોબેકટર વગેરે અસહજીવો બેક્ટેરિયાને મૂળ દ્વારા સંદેશો મળતા હવામાં રહેલો નાઈટ્રોજન લે છે.

આ પ્રકારના બેકટેરિયા દેશી ગાયના આંતરડામાં જોવા મળે છે. આ જીવાણુઓ જીવામૃત, ઘન જીવામૃતનાં માધ્યમ દ્વારા જમીન પર જાય છે અને તેમનું કાર્ય કરે છે. સહજીવી અને અસહજીવી બેક્ટેરિયા ફક્ત ત્યારે જ સક્રિય હોય છે જ્યારે તેઓ એક સાથે હોય છે. આપણે ઉપરોકત કાર્ય કરવા માટે મુખ્ય પાક તરીકે એક દળી અને આંતરપાક તરીકે દ્વિદળી (કઠોળ) પાકો લેવા જોઈએ. જ્યારે મુખ્ય પાક દ્વિદળી લઈએ ત્યારે સહાયક પાક એકદળી લેવો જોઈએ.

ફોસ્ફરસ : મૂળને ફોસ્ફરસ પ્રદાન કરવા વાળા ઘટકના નિર્માણ માટે સૂર્યની ઉર્જા જરૂરી છે. ફોસ્ફરસના મુખ્ય ત્રણ રૂપ હોય છે. એક કણાત્મક, દ્વિકણાત્મક, ત્રિકણાત્મક મુળીયાઓને એક કણની આવશ્યકતા હોય છે. તેઓ દ્વિકણાત્મક અથવા ત્રીકણાત્મક નથી લઈ શકતા. જમીનમાં એક કણાત્મક ઉપલબ્ધ નથી હોતા, પરંતુ દ્વિકણાત્મક અને ત્રિકણાત્મક હોય છે. જમીનમાં દ્વિકણાત્મક અથવા ત્રિકણાત્મકના રુપ હોવા છતાં પણ જંગલના ઝાડ, છોડને ફોસ્ફરસ ઉપલબ્ધ છે. એનો મતલબ એવો છે કે, જંગલની જમીનમાં એવો કોઈ તત્વો છે કે જેને દ્વિકણાત્મક, ત્રિકણાત્મકને ફોસ્ફરસમાં પરિવર્તન કરીને જ મૂળને ઉપલબ્ધ કરાવે છે. આ જીવાણુઓ પણ દેશી ગાયના આંતરડામાં હોય છે. જે જીવામૃત, ધનજીવામૃતના માધ્યમથી ખેતરમાં જઈને મૂળને ફોસ્ફરસ આપે છે.

પોટાશિયમ: પોટાશ જમીનના અનેક કણોનાં સમૂહમાં હોય છે જોકે મૂળને એક કણ સ્વરૂપમા જોઈતું હોય છે. જંગલના વૃક્ષોમાં કોઈ પોટાશ નથી નાખતા પરંતુ એમને પોટાશની ઉણપ નથી વર્તાતી, એનો મતલબ એમ કે એમને પોટાશ મળી ગયું છે જો કે ત્યાં પોટાશ અનેક કણોના સમૂહમાં હોય છે. આ કાર્યને કરવા માટે કુદરતે બૈસીલસ સિલિસ નામના જીવાણુંને આ કાર્ય સોંપ્યું છે. આ જીવાણું દેશી ગાયના આંતરડામાં હોય છે.

Related Posts