દામનગર શહેર માં સરકાર ના કોઈપણ ઠરાવ પરિપત્ર વગર કે.કે નારોલા પ્રાથમિક શાળા ના આચાર્ય એ મનસ્વી નિર્ણય કરી તા.૦૧/૦૯/૨૫ થી અચાનક ફ્રી ટ્રાન્સપોર્ટ સેવા બંધ કરતા રજળી પડેલ વિદ્યાર્થી ઓ અને વાલી ઓમાં ભારે કચવાટ બાળકો ના અધિકારો ઉપર તરાપ મારતા તધલખી નિર્ણય સામે પાલિકા ના સદસ્ય થી લઈ શિક્ષણ મંત્રી સુધી રજૂઆતો અનેક સવાલો ઉભા કરતા આ મનસ્વી ફતવા ને આજે ચાર દિવસ થવા છતાં ફ્રી ટ્રાન્સપોર્ટ સેવા શરૂ ક્યારે થશે ? શાળા ની એસ એમ સી ના સભ્યો સ્થાનિક અગ્રણી ઓકે શિક્ષણ સમિતિ ને વિશ્વાસ માં લીધા વિના ટ્રાન્સપોર્ટ સેવા બંધ કરવાનું કારણ શું ? અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન જિલ્લા સાંસદ જિલ્લા શિક્ષણાધિકારી આનો જવાબ આપશે ? શાળા પ્રવેશોત્સવ સમયે જોરશોર થી પ્રચાર પ્રચાર કરી લોકાર્પણ કરાયું માત્ર બે માસ માં જ ફ્રી ટ્રાન્સપોર્ટ સેવા બંધ કેમ કરાય ? સરકારી યોજના ઓના લાભ થી છેવાડા ના લાભાર્થી ઓને લાભાવીત કરવાની વાતો વચ્ચે સરકારી યોજના ના લાભ થી ગરીબ વિદ્યાર્થી ઓને વંચિત રાખવામાં કોને શુ રસ છે ? જેવા અનેક સવાલો ઉભા કરતા આ પ્રશ્ને પ્રશાનીક વ્યવસ્થા તંત્ર ધ્યાન આપી તપાસ કરી જવાબદારો સામે પગલાં લેશે ? કેળવણી નિરીક્ષક ને આ સેવા કેમ બંધ કરાય તેની જાણ કરાય છે ? સબંધ કરતા વિભાગો ની મંજૂરી મેળવાય છે ? સમય મર્યાદા માં દરખાસ્ત ન કરવી કે આખા વર્ષ દરમ્યાન SMC ની મીટીંગ ન બોલાવવી કે ફરજ આવી બેદરકારી કેમ ચલાવી લેવાય છે ? બાળક સાફ સુથરુ કે કદરૂપુ હોય પણ શાળા ના ઓરડા માં શિક્ષકો માટે આરાધ્ય દેવ જ હોવું જોઈ એ બાળકો ના હક્ક અધિકાર ને બાધા પહોંચાડી શુ મેળવશો ?
આતે કેવું બાલ દેવો ભવ ? દામનગર વિદ્યાર્થી ની ફ્રી ટ્રાન્સપોર્ટ સેવા છીનવી લેવા ના મનસ્વી નિર્ણય સામે વાલી ઓ વિદ્યાર્થી ઓ અને કેળવણી પ્રેમી ઓમાં ભારે નારાજગી



















Recent Comments