હવામાન વિભાગ મુજબ, આજે શનિવારે (6 સપ્ટેમ્બર) ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે.
જ્યારે પાટણ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી, બોટાદ, રાજકોટ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત પર સર્જાયેલા હળવા દબાણની અસર શરુ તઇ ગઇ છે. અરવલ્લીના ધનસુરા વિસ્તારમાં 1 કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતી જોવા મળી રહી છે.
ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશની ઉપર અને તેની નજીકને અડીને આવેલા પૂર્વ રાજસ્થાનના વિસ્તાર પર એક હળવા દબાણનો વિસ્તાર રચાયો છે અને આ વિસ્તાર ધીમે ધીમે ગુજરાત તરફ સરકી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી રવિવારે 7 સપ્ટેમ્બરની સવાર સુધીમાં હળવા દબાણનો આ વિસ્તાર સરકીને દક્ષિણ રાજસ્થાન અને તેની નજીકના ઉત્તર ગુજરાત પર આવશે અને ત્યાં તે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે જેથી આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
7 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર, અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.
તેમજ દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, પોરબંદર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે.
જ્યારે 8 સપ્ટેમ્બરથી વરસાદનું જોર ઘટતું જોવા મળે છે. જેમાં આ દિવસે કચ્છ, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ પડવાની શક્યતા છે જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે.આગાહી અનુસાર 16 સપ્ટેમ્બર સુધી વરસાદની સિસ્ટમ સક્રિય રહેશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીએ ખેલૈયાઓમાં ચિંતા વધારી દીધી છે. અંબાલાલે આગાહી કરી છે કે નવરાત્રીમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 22 સપ્ટેમ્બરથી ચાલુ થઈ રહેલી નવરાત્રીમાં છઠઠ્ઠા નોરતેથી દશેરા સુધી વરસાદનું વિધ્ન રહી શકે તેવી શક્યતા છે.



















Recent Comments