ગુજરાત

મહીસાગર ખાતે હાઇડ્રો પાવર પ્લાન્ટ દુર્ઘટના : પાંચ યુવકો લાપતા

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના તાતરોલી પુલ પાસે આવેલા હાઇડ્રો પાવર પ્લાન્ટમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. હાઈડ્રો પ્લાન્ટ પર ડૂબેલા કામદારોમાંથી હજી પણ 5 કામદાર મળ્યા નથી. જો કે NDRFની ટીમે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. મિકેનિકલ વિભાગ કામ કરતા અલ્પેશ પટેલ દુર્ઘટનાનો ચિતાર આપ્યો છે. તેમને જણાવ્યું કે 12-13 કામદારો ટર્બાઈન સહિતના કામગીરી કરતા હતા. અચનાક પ્રચંડ પાણીનો પ્રવાહ આવ્યો હતો. ત્યારબાદ 12થી 13 જેટલા કામદારો પાણીના પ્રવાહમાં દીવાલ સાથે અથડાયા હતા.

ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના તાત્રોલી પુલ પાસે આવેલા હાઇડ્રો પાવર પ્લાન્ટમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. કડાણા ડેમમાંથી અચાનક પાણી છોડવામાં આવતા પ્લાન્ટમાં કામ કરી રહેલા 15 જેટલા શ્રમિકો પર પાણીનો પ્રવાહ આવી ગયો હતો. આ ઘટનામાં 10 શ્રમિકો બચી ગયા હતા, જ્યારે પાંચ શ્રમિકો હજુ પણ લાપતા છે. ઘટનાની જાણ થતાં જ NDRF ની ટીમ બચાવ કાર્યમાં લાગી ગઈ છે.

મિકેનિકલ વિભાગમાં કામ કરતા એક શ્રમિક અલ્પેશ પટેલે જણાવ્યું કે, ટર્બાઇન સહિતની કામગીરી દરમિયાન અચાનક પાણીનો પ્રવાહ આવ્યો હતો. શ્રમિકોનો આરોપ છે કે, કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું તે અંગે તેમને કોઈ જાણકારી આપવામાં આવી ન હતી. આ હાઇડ્રો પ્લાન્ટ અજંતા એનર્જીનો છે, જે જયસુખ પટેલની માલિકીની કંપની છે.

મહીસાગરમાં હાઇડ્રો પ્લાન્ટ પર કામ કરતા 5 જેટલા શ્રમિકો ડૂબ્યા હતા. લુણાવાડાના તાત્રોલી પુલ પાસે હાઇડ્રો પ્રોજેક્ટની કામગીરીમાં દુર્ઘટના સર્જાઇ હતી.. અચાનક મહીસાગર નદીનું પાણી આવી જતા શ્રમિકો ડૂબ્યા હતા. શ્રમિકનો આક્ષેપ છે કે.. કડાણા ડેમમાઁથી પાણી છોડવામાં આવ્યું તેની જાણ કરવામાં આવી નહતી.અંદર મશીન રિપેરિંગની કામગીરી ચાલી રહી હતી.અને 15 શ્રમિકો કામગીરી કરી રહ્યા હતા.10 શ્રમિક તાત્કાલિક બહાર આવી ગયા અને 5 લોકો ડૂબી ગયા છે જેની હજુ કોઈ ભાળ મળી નથી.આ હાઇડ્રો પ્લાન્ટ અજંતા એનર્જીનો છે. જે જયસુખ પટેલની માલિકીની કંપની છે.

DRF અને SDRFની ટીમો ગાંધીનગરથી ઘટનાસ્થળે પહોંચી છે અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રાખ્યું છે. વડોદરાથી લાવવામાં આવેલા કેમેરા રોબર્ટની મદદથી પાણીમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે, પરંતુ નદીનું ઊંચું પાણી અને મજબૂત પ્રવાહ રેસ્ક્યૂ કામગીરીમાં અડચણ બની રહ્યા છે. મહીસાગરના જિલ્લા કલેકટર અનિલ ધામેલિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન પણ ઘટનાસ્થળે હાજરી આપીને રેસ્ક્યૂ ઓપરેશનમાં સલાહ-સૂચન આપ્યા હતા.

શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જિલ્લા કલેકટર અને પોલીસ અધિક્ષકને ઝડપથી કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી છે. તેમણે લાપતા યુવકોના પરિવારજનોને મળીને આશ્વાસન આપ્યું અને કહ્યું કે સરકાર દરેક સંભવિત પ્રયાસ કરી રહી છે. પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવે પણ ઘટનાસ્થળની મુલાકાત લઈને વહીવટી તંત્રને સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રાખવા જણાવ્યું.

Related Posts