ભાવનગર

પિતૃ શ્રાધ્ધ કથાકાર શ્રી વૈશાલીબાળાનો સંદેશો,દિવંગત પિતૃઓને શ્રાધ્ધ વિધિ સાથે હયાત માવતર વડીલોની સેવા વધુ સાર્થક 

ભાદરવા માસ પિતૃ શ્રાધ્ધ પ્રસંગે કથાકાર શ્રી વૈશાલીબાળાએ પ્રેરક સંદેશો આપતાં જણાવ્યું છે કે, દિવંગત પિતૃઓને શ્રાધ્ધ વિધિ સાથે હયાત માવતર વડીલોની સેવા વધુ સાર્થક છે.

સનાતન શાસ્ત્રોમાં પિતૃ શ્રાધ્ધ માટે વિધિ રહેલ છે. આ ભાદરવા માસમાં પિતૃ શ્રધ્ધાંનાં દિવસો આવ્યાં છે ત્યારે સૌ પોતાનાં દિવંગત પિતૃઓને શ્રાધ્ધ વિધિ સાથે હયાત માવતર વડીલોની સેવા કરે તે વધુ સાર્થક છે, તેમ રંઘોળાના કથાકાર શ્રી વૈશાલીબાળાએ પ્રેરક સંદેશો આપતાં જણાવ્યું છે.

શ્રી વૈશાલીબાળાએ ટકોર કરતાં કહ્યું છે, કે સારા ગણાતાં પરિવાર સમાજનાં માવતર વડીલો વૃધ્ધાશ્રમમાં મોકલાઈ રહ્યાં છે અને અવસાન પામેલાંની કાગ વાસ કે અન્ય વિધિ કરીએ છે. આપણે હયાત માવતરની સેવા કરતા નથી પછી બીજી વિધિનો શું અર્થ.? તેમ પ્રશ્ન કરી પરિવારનાં વડીલોની સેવા કરવા ભાર પૂર્વક અનુરોધ કર્યો અને ઉમેર્યું કે જીવતાં સેવા કરી હશે તો પછી વિધિની જરૂર નહી પડે, તેઓનો મોક્ષ થયો જ હશે.

ભાદરવા માસ પિતૃ શ્રાધ્ધ પ્રસંગે આ સંદેશો સૌ માટે ટકોર કરનાર અને પ્રેરક છે.

Related Posts