અમરેલી

સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૫માં ભાગ લેવા માટે તા.૨૦ સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું

સાંસદ ખેલ મહોત્સવ- ૨૦૨૫માં ભાગ લેવા માટે સ્પર્ધકોએ તા.૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે.

ભારતની મૂળ રમતો અને વિશ્વની રમતોને પ્રોત્સાહિત કરવા, યુવાનોની ભાગીદારી વધારવા તથા “ફિટ ઇન્ડિયા” આંદોલનના સમર્થનમાં સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫નું આયોજન કરવામાં આવનાર છે.

સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ ” ફીટ યુવા ફોર વિકસિત ભારત” થીમ અંતર્ગત સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫માં ભાગ લેનાર સ્પર્ધક માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન https://sansadkhelmahotsav.in પોર્ટલ પર શરૂ કરવામાં આવ્યુ છે.

આ ખેલ મહોત્સવમાં ભાગ લેવા માટે તા.૨૦ સપ્ટેમ્બર-૨૦૨૫ સુધીમાં ઉક્ત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકશે. સ્પર્ધકો બહોળી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરે અને સ્પર્ધામાં ભાગ લે તે અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગત માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગોળ દવાખાનાની બાજુમાં ચિત્તલ રોડ, અમરેલીનો સંપર્ક કરવાનો રહેશે. તેમ અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાની યાદીમાં જણાવ્યું છે.

Related Posts