ભાવનગર

જાળિયા જળ જીલણી એકાદશી પર્વ ઉજવણી

શિવકુંજ આશ્રમમા ઠાકર દાદા પધરામણી થતાં યોજાઈ સત્યનારાયણ કથા

જાળિયા ગુરુવાર તા.૪-૯-૨૦૨૫

જળ જીલણી એકાદશી પર્વની જાળિયા ગામમાં ઉજવણી થઈ છે. શિવકુંજ આશ્રમમાં ઠાકર દાદા પધરામણી થતાં સત્યનારાયણ કથા યોજાઈ હતી.

આપણાં સંસ્કૃતિનો એક તહેવાર એટલે જળ જીલણી અગિયારશ, ભગવાન શ્રીકૃષ્ણ એટલે ઠાકર દાદા જળ જીલવા જાય, તે પ્રસંગમાં પાલખી શોભાયાત્રા સાથે ભાવિકો જોડાતાં હોય છે. આ પર્વની ઉજવણી ઉમરાળા તાલુકાનાં જાળિયા ગામમાં ઉત્સાહ સાથે થઈ.

શ્રી શિવકુંજ આશ્રમમાં શ્રી વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવાર દ્વારા ઠાકર દાદાની આવકાર વંદના થઈ હતી. શ્રી ઈશ્વરદાસ ટિલાવત સાથે ભાવિક ગ્રામજનો જોડાયાં હતા. ભગવાનની પધરામણી થતાં આશ્રમમાં શ્રી સત્યનારાયણ કથા યોજાઈ હતી, જેનું પઠન શ્રી કપિલભાઈ શાસ્ત્રી દ્વારા થયું હતું.

Related Posts