૫ સપ્ટેમ્બર ૨૦૨૫ શિક્ષક દિનના રોજ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાની એમ.એ. શેઠ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિત વિતરણ સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી જેઠીબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બોડાનિયા , જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન નીમુબેન યાદવ, જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. ભરતભાઈ વાઢેર તથા નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પ્રભાતસિંહ મોરી ની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી.
કાર્યક્રમ દરમ્યાન તાલુકા કક્ષાએ પસંદ થયેલા શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ગઢડા તાલુકાની શ્રી જનડા પ્રાથમિક શાળાના ગણિત, વિજ્ઞાન વિષયના કુશળ શિક્ષક શ્રી વિજયકુમાર કરમશીભાઈ મકવાણાને તેમના શિક્ષણ ક્ષેત્રે તેમજ ,પર્યાવરણ, અંધશ્રદ્ધા ને લગતા કાર્યક્રમો, વ્યસન મુક્તિ જેવા સામાજિક યોગદાન બદલ તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગ શાળા માટે ગૌરવનો વિષય બની રહ્યો હતો. સમગ્ર સ્ટાફ, વિદ્યાર્થીઓ અને ગામજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. એ માટે શાળા અને ગામ ગૌરવ અને આનંદની લાગણી અનુભવે છે.
ગઢડા તાલુકાની શ્રી જનડા પ્રાથમિક શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક શ્રી વિજયકુમાર કરમશીભાઈ મકવાણા ને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત થયો.


















Recent Comments