મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ગુજરાત વિધાનસભા પોડિયમમાં પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની છબિનું અનાવરણ કર્યું હતું.
વિધાનસભા સંકુલના પ્રથમ માળે આવેલા પોડિયમમાં દિવંગત રાષ્ટ્રીય નેતાઓ અને વિધાનસભાના દિવંગત પૂર્વ અધ્યક્ષશ્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રીશ્રીઓ સહિતના દિવંગત અગ્રણીઓની તસવીર મૂકવાની અને તેમની જન્મતિથિ તથા પુણ્યતિથિએ અંજલી આપવાની પ્રણાલી પ્રસ્થાપિત થયેલી છે.
આ પ્રણાલી અંતર્ગત પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની છબિ તેમના ધર્મપત્ની શ્રીમતી અંજલી બહેન રૂપાણી અને પરિવારજનોની ઉપસ્થિતિમાં ખુલ્લી મુકવામાં આવી હતી
તાજેતરમાં અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની છબિના અનાવરણ વેળાએ રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓએ સ્વર્ગસ્થને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
Recent Comments