ખેલ મહાકુંભ – ૨૦૨૫ અને સાંસદ ખેલ મહોત્સવના આયોજન તથા આ સ્પર્ધાઓમાં મહત્તમ વિદ્યાર્થીઓ- રમતવીરો સહભાગી બને તે માટે સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા અને કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને બેઠક મળશે.
કલેકટર કચેરી ખાતે તા.૧૧મી સપ્ટેમ્બરે મળનારી આ બેઠકમાં વિદ્યાર્થીઓ ખેલાડીઓની જુદી જુદી સ્પર્ધામાં સહભાગીતા વધે અને વિવિધ રમતોમાં ભાગ લેવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરે તે સંદર્ભમાં જરૂરી પરામર્શ કરવામાં આવશે. ઉપરાંત ઉક્ત સ્પર્ધાઓના સુચારું આયોજન માટે પણ સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે.



















Recent Comments