અમરેલી

દામનગર શહેર માં ફરી લિમ્પિ વાયરસે દેખા દેતા પશુ પાલકો માં ચિંતા જિલ્લા પશુપાલન વિભાગે એડવાન્સ રોગ પ્રતિકારક પગલાં રજુઆત

દામનગર શહેર માં અનેક વિસ્તારો માં અબોલ જીવો માં લિમ્પિ વાયરસ દેખાયો પશુ પાલકો માં ચિંતા સરકાર ના પશુ પાલન અને પશુ ચિકિત્સકો એ અગમ ચેતી પગલાં લેવા જરૂરી દવા નો પુરવઠો અને રોગ પ્રતિકારક રસી કરણ અભિયાન હાથ ધરી અબોલ જીવો માટે એડવાન્સ પગલાં લેવા છેલ્લા ઘણા સમય થી અનેક અબોલ પશુ ઓના લિમ્પિ વાયરસ મોત પણ થઈ રહ્યા છે દામનગર શહેર માં અલગ અલગ વિસ્તારો માંથી પશુ પાલકો ખાનગી પશુ ચિકિત્સકો અને સરકારી પશુ ચિકિત્સકો પાસે પશુ ઓની સારવાર કરાવી રહ્યા છે ભારે ગંભીર સ્થિતિ માં અનેક રેઢિયાર ઢોર માં પણ લિમ્પિ ના ચિહ્નો મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે ત્યારે જિલ્લા પશુ પાલન વિભાગે સત્વરે રોગ પ્રતિકારક કેમ્પો અભિયાનો ઝુંબેશો ઉપાડવી અને પશુ ઓની હાનિ અટકાવવા અગમ ચેતી પગલાં લેવા માટે દામનગર શહેર માંથી પશુ પાલકો દ્વારા સરકાર માં પત્ર પાઠવી માંગ કરાય છે તેમજ સ્થાનિક પાલિકા તંત્ર એ પાલિકા ની માલિકી માં લિમ્પિ ગ્રસ્ત પશુ માટે વ્યવસ્થા ઉભી કરવી તેવી માંગ કરાય છે લિમ્પિ વાયરસ પીડિત રેઢિયાર ઢોર ની સેવા ત્રીસ થી વધુ માલધારી યુવાનો ની ટિમ દ્વારા રોજ રાત્રી એ પીડિત ઢોર ની સારવાર નિરણ પાણી ની વ્યવસ્થા પ્રારંભ કરાય છે

Related Posts