અમરેલી

અમરેલી જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીનાઓએ પાસા હેઠળકાર્યવાહી કરતા, મિલકત સબંધી ગુનાઓ આચરતા ઇસમને પાસા હેઠળ જેલમાં ધકેલતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ દ્રારા રેન્‍જના
જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃતિ સાથે
સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા
સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ
અમરેલી જિલ્‍લામાં અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા
તેમજ અમરેલી જિલ્‍લામાં ચોરી, લુંટ સહિતના મિલકત-સબંધી ગુન્‍હાઓ કરવાની ટેવ
વાળા ઇસમો, કે જે નાગરિકોની માલ- મિલ્‍કતની ચોરી કરતા હોય, આવા મિલકત
સબંધી ગુનાઓ આચરતા ભયજનક ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા
ગુનેગારોને કાયદાનું ભાન થાય, તેમજ જિલ્‍લામાં કાયદો અને વ્યવસ્‍થા સુદઢ બને તે
માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ
હોય, જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી વી.એમ.કોલાદરા નાઓએ
અમરેલી જિલ્‍લામાં મિલકત સબંધી ગુનાઓ આચરતા ઇસમ અસ્લમ આમદભાઇ પબડા,
ઉ.વ.૪૦, રહે. બગસરા, નટવરનગર, તા.બગસરા, જિ.અમરેલી વિરૂધ્‍ધ પુરાવાઓ
એકઠાં કરી, પાસા દરખાસ્‍ત તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે
જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી, અમરેલીનાઓ તરફ મોકલી આપેલ.
લોકોની માલ – મિલકત જેના કારણે જોખમમાં મુકામ શકે તેવા ઇસમોની
સમાજ-વિરોધી પ્રવૃત્તિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં, અમરેલી જિલ્‍લા
મેજિસ્‍ટ્રેટશ્રી વિકલ્પ ભારદ્રાજ સાહેબનાઓએ ઉપરોકત ઇસમ વિરૂધ્‍ધ પાસાનું વોરંટ
ઇસ્યું કરતાં, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓની સુચના મુજબ
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી વી.એમ.કોલાદરા તથા એલ.સી.બી. ટીમ દ્વારા
અસ્લમ આમદભાઇ પબડાને પાસા વોરંટની બજવણી કરી, મધ્યસ્થ જેલ, અમદાવાદ
ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.

 પાસા અટકાયતીનો ગુનાહિત ઇતિહાસઃ-

અસ્લમ આમદભાઇ પબડા રહે. બગસરા વાળા નીચે મુજબના ગુન્હાઓ રજી.

થયેલ છે.
(૧) રાજુલા પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૫૦૫૫૯ /૨૦૨૫, BNS કલમ ૩૦૩(૨)
(૨) રાજુલા પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૫૦૫૫૨/૨૦૨૫, BNS કલમ ૩૦૩(૨)
(૩) બોટાદ ટાઉન પો.સ્ટે. (બોટાદ) ગુ.ર.નં.૦૧૦૭૬/૨૦૨૫, BNS કલમ ૩૦૩(૨)
(૪) જુનાગઢ બી ડીવીઝન પો.સ્ટે (જુનાગઢ)ગુ.ર.નં.૧૧૨૦૩૦૨૪૨૫૦૫૦૮/૨૦૨૫, BNS
કલમ ૩૦૩(૨)
(૫) જુનાગઢ બી ડીવીઝન પો.સ્ટે (જુનાગઢ) ગુ.ર.નં.૧૧૨૦૩૦૨૪૨૫૦૫૭૫/૨૦૨૫,
BNS કલમ ૩૦૩(૨)
(૬) જુનાગઢ બી ડીવીઝન પો.સ્ટે (જુનાગઢ) ગુ.ર.નં.૧૧૨૦૩૦૨૪૨૫૦૫૭૭/૨૦૨૫,
BNS કલમ ૩૦૩(૨)
(૭) ગોંડલ બી ડીવીઝન પો.સ્ટે (રાજકોટ
ગ્રામ્ય)ગુ.ર.નં.૧૧૨૧૩૦૯૪૨૫૦૫૪૪/૨૦૨૫,BNS કલમ ૩૦૩(૨)
(૮) ગોંડલ બી ડીવીઝન પો.સ્ટે (રાજકોટ ગ્રામ્ય)
ગુ.ર.નં.૧૧૨૧૩૦૯૪૨૫૦૫૧૬/૨૦૨૫,BNS કલમ ૩૦૩(૨)

આમ, ગુનાઓ આચરતા ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, જેલ
હવાલે કરી, અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓની
સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી વી.એમ.કોલાદરા
તથા પો.સ.ઇ.શ્રી આર.એચ.રતન તથા એ.એસ.આઇ. હરેશસિંહ પરમાર તથા હેડ કોન્સ.
આદિત્યભાઇ બાબરીયા, કુલદીપભાઇ દેવભડીંગજી તથા પો.કોન્સ. રમેશભાઇ સીસારા
તથા વુ.પો.કોન્‍સ. રીનાબેન ધોળકીયા, ધ્રુવિનાબેન સુરાણી દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts