અમરેલી જિલ્લાના જાગૃત અને ઉત્સાહી ધારાસભ્ય તથા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા પોતાના મતવિસ્તારના કામો માટે રાત દિવસ પ્રયત્નશીલ રહેતા હોવાની પ્રતીતિ પુનઃ એક વાર થઈ રહી છે.
અમરેલી તાલુકાના ૧૦ અને કુંકાવાવ તાલુકાના ૦૪ રસ્તાઓ એમ કુલ ૧૪ સી.સી. રોડની જરૂરિયાત હોય રાજ્યના મુખ્યમંત્રીશ્રીને ધારાસભ્ય દ્વારા ભલામણ કરવામાં આવેલ.
જે અન્વયે રાજ્ય સરકાર
દ્વારા પ્રતાપપરા બાપાયાસ રોડ, ચિતલ જશવંતગઢ રોડ, કેરિયાનાગસ ગામે ગાંધીપુલથી બિહારી બાપુની જગ્યા સુધી સીસી રોડ, ફતેપુર ચાંપાથાળ રોડ, સરંભડા ગામે સીસી રોડ, અમરાપુર ઢોલરવા કમીગઢ રોડ, દેવગામ સારીગપુર બળેલપિપરિયા રોડ, દેવગામ દડવા રાંદલ રોડ, નવા ખીજડીયા વડલી ચોકથી મોટા ભંડારીયા તરફ રોડ, પીપળલગ ગામ સીસી રોડ, ખીજડીયા રાદડીયા ગામે સીસી રોડ, કેરીયાનાગસ ગામે સીસી રોડ, લાલાવાદર ગામે સીસી રોડ, જુના બાદનપુરથી ગ્રામપંચાયતથી સ્મશાન સુધી સીસી રોડ જેવા કુલ ૧૪ જેટલા ગામોના ગ્રામ્ય માર્ગોના નવીનીકરણનું કામ કુલ રૂપિયા ૧૨ કરોડ ૯૫ લાખના ખર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે.
આ કામો મંજૂર થવાથી પ્રજાની સુખાકારીમાં વધારો થનાર હોય, ધારાસભ્ય કૌશિક વેકરિયાએ રાજ્યના મુખ્યમંત્રીનો આભાર માનેલ છે. આગામી દિવસોમાં આ કામો અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.
અમરેલી અને કુંકાવાવ તાલુકાના કુલ ૧૪ સી.સી. રોડ માટે ૧૨ કરોડ ૯૫ લાખની રકમ મંજૂર કરાવતા કૌશિક વેકરિયા



















Recent Comments