અમરેલી

અમરેલી ખાતે જિલ્લાકક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાઈ : કુલ ૩૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો

કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર અમરેલીની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અમરેલી સંચાલિત અને ગજેરા સંકુલના સહયોગથી નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. નવરાત્રી મહોત્સવમાં જુદા જુદા વયજૂથમાં ૧૫ ટીમોએ ભાગ લીધો હતો. કુલ ૩૦૦ સ્પર્ધકોએ ભાગ લઈને નવરાત્રી મહોત્સવને સફળ બનાવ્યો હતો.

જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું કે,  ગુજરાતના ૧૪ થી ૪૦ વર્ષની વયજૂથના કલાકારોને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવે છે. અર્વાચીન અને પ્રાચીન રાસ ગરબા સ્પર્ધા માટે યુવક અને યુવતીઓ ભાગ લે છે. નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા ટીમના કલાકારો આગામી સમયમાં યોજાનાર રાજ્યકક્ષા નવરાત્રી મહોત્સવમાં ભાગ લઈને અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

જિલ્લાકક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં શ્રી અમુલભાઈ પરમાર, શ્રી જોલીબેન કાલાવાડીયા તથા શ્રી ચંદ્રસિંહ ગોહિલે નિર્ણાયક તરીકે સેવા આપી હતી. કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી એમ.જે.નાકીયા, પટેલ સંકુલના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મનસુખભાઈ ધાનાણી, શ્રી, ચતુરભાઈ ખૂંટ, વલ્લભભાઈ રામાણી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વી.બી.પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts