જી.એસ.આર.ટી.સી વિભાગના અમરેલી, જુનાગઢ તેમજ ભાવનગર જિલ્લાના ૧૦૦ જેટલા ડ્રાઇવર અને કંડક્ટરોને વીડિયોના માધ્યમથી આર.ટી.ઓ કચેરી અમરેલી અને જી.એસ.આર.ટી.સી વિભાગ દ્વારા સંયુક્ત સહયોગથી રોડ સેફ્ટીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગાડી બંધ પડ્યેથી સાઇડમાં આવે તેમ ન હોય તો રીફ્લેક્ટીવ ટ્રાફિક વોર્નિંગ ટ્રાયેંગલનો ઉપયોગ કરવો, વાહન બંધ પડ્યેથી ૫૦ મીટર દૂર રાખવું, જેથી બીજા વાહનને સંકેત મળે, લેનમાં વાહન ચલાવવું, ટુ વ્હીકલ વાહન ચલાવતી વખતે ખાસ કરીને સ્ટેટ હાઇવેમાં ૫-૧૦ કિમીની મુસાફરી હોય ત્યારે હેલ્મેટ અવશ્ય પહેરવું. “સલામત સવારી, એસ.ટી હમારી” સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરવું એ માટે પ્રયત્ન કરવા સહિતની બાબતો અનુસરવા માહિતી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમ અમરેલી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આર.ટી.ઓ કચેરી અમરેલી અને જી.એસ.આર.ટી.સી વિભાગના સહયોગથી એસ.ટી ડ્રાઇવરો અને કંડક્ટરોને રોડ સેફ્ટીનું માર્ગદર્શન આપવામાં આવ્યું

Recent Comments