કચ્છના મુન્દ્રા તાલુકાના ભોરારા ગામે કરુણાંતિકા સર્જાઈ છે ભોરારા નર્મદા કેનાલ માતા અને ત્રણ બાળકો સહિત ચાર જણા ડૂબ્યા હતા. આ ઘટના મામલે મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ, ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. જ્યારે માતાનો બચાવ થયો છે.
મળતી માહિતી મુજબ, મુન્દ્રા તાલુકાના ભોરારા ગામ નજીક આવેલી કેનાલમાં આજે (12 સપ્ટેમ્બર) બપોરે 3 વાગ્યાની આસપાસ માતા અને ત્રણ બાળકો કેનાલમાં ડૂબ્યા હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકતંત્ર દોડતું થયું હતું અને ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી.
આ દુર્ઘટનામાં હરદેવસિંહ બહાદુરસિંહ સોઢા (ઉં.વ.12), રવિરાજસિંહ બહાદુરસિંહ સોઢા (ઉં.વ.8) અને યુવરાજસિંહ બહાદુરસિંહ સોઢા (ઉં.વ.5) ત્રણેય સગા ભાઈઓના મોત નીપજ્યા હતા.
જો કે, સ્થાનિક તરવૈયાઓની મદદથી એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. હજુ બે બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં હતભાગી એવી માતાનું નામ સૂરજબા બહાદુરસિંહ સોઢા છે. બાળકોમાં હરદેવસિંહ બહાદુરસિંહ સોઢા, રવિરાજસિંહ બહાદુરસિંહ સોઢા, યુવરાજસિંહ બહાદુરસિંહ સોઢા નામના ત્રણ બાળકોનો સમાવેશ થાય છે.
પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ આદરી છે. આ ન્હાવા પડેલા અને અકસ્માતે થયેલી ઘટના છે કે, માતાએ પોતાના બાળકો સાથે આપઘાતનો પ્રયાસ કર્યાનો મામલો છે. સમગ્ર મામલે હાલ તો પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. જો કે આ પ્રકારની ઘટનાને કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ચુકી છે. ઘટનાની જાણ થતા પોલીસનાં તથા વહીવટી તંત્રનાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે.



















Recent Comments