ભરૂચ જિલ્લાની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં ફરી એકવાર ભીષણ આગ લાગવાની ઘટના બની છે. પ્રાથમિક માહિતી અનુસાર, કંપનીનાં વેર હાઉસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જોતાને જોતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેનાં કારણે ધુમાડાના ગોટેગોટા ઊંચા આકાશમાં જોવા મળ્યા છે. આગને કારણે કંપનીનો તમામ માલ-સામાન બળીને ખાખ થયો છે.
ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આગ લાગી હોવાની માહિતી મળતા જ ફાયર વિભાગની વિવિધ ગાડીઓ ત્યાં પહોંચી છે અને પાણીનો મારો કરી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે. સ્થાનિક પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરી છે. આગ કયા કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી. સદનસીબે હાલ, કોઈ જાનહાનિનાં સમાચાર નથી.

















Recent Comments