અમરેલી

અમરેલી જિલ્લામાં એબીવીપીમાંથી છેડો ફાડી મોટી સંખ્યામાં યુવાનો કોંગ્રેસની પાંખ NSUI માં જોડાયા

આજરોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે NSUI ની અગત્યની બેઠક જિલ્લા પ્રમુખ શ્રી સાહિલભાઈ શેખના નેતૃત્વમાં યોજાઈ હતી.

આ પ્રસંગે અમરેલી જિલ્લા કોંગ્રેસના આગેવાનો શ્રી ટીકુભાઈ વરૂ, સંદીપભાઈ ધાનાણી, સંદીપભાઈ પંડ્યા, જગદીશભાઈ તળાવીયા, તેજસભાઈ મસરાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન એબીવીપીમાંથી કોંગ્રેસમાં જોડાયેલા નવા યુવાનોનું તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું સંચાલન અમરેલી શહેર NSUI ઉપપ્રમુખ દર્શકભાઈ મકવાણાએ સંભાળ્યું હતું.

આ પ્રસંગે અનિલભાઈ જોશી, સાહિલભાઈ જોશી, પંકજ ખીરાજ, જયરાજ પ્રનામી, અમિતભાઈ રબારી, રામ ભાર્ગવ સહિતના આગેવાનો NSUI જોડાયા હતા.

કોંગ્રેસ કાર્યાલય ખાતે અસંખ્ય યુવાનોની હાજરી જોવા મળી હતી, જેના કારણે યુવા વર્ગમાં ઉત્સાહ અને ઉર્જાનું માહોલ સર્જાયો હતો.

નવા જોડાયેલા યુવાનોમાં મોટાભાગે બેરોજગારી, પેપર લીક અને સરકારની નિષ્ફળ નીતિઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.

આ સંદર્ભે કોંગ્રેસ ના આગેવાનો એ જણાવ્યું કે –
“યુવાનોમાં કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ સતત વધતો જઈ રહ્યો છે અને આવતા સમયમાં NSUI ના બળને વધુ મજબૂત બનાવી યુવાનોના હક્ક માટે લડત વધુ તેજ કરવામાં અમે પણ તમારી સાથે ખભે થી ખભો મિલાવીને તમારા સુર મા સુર પુરાવિશું.

Related Posts