ગુજરાત

DoPPW દ્વારા અમદાવાદમાં પેન્શનર્સ જાગૃતિ કાર્યક્રમ અને 10મો બેંકર્સ જાગૃતિ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો

પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ (DoPPW) દ્વારા 13 સપ્ટેમ્બર 2025ના રોજ અમદાવાદમાં પેન્શનર્સ જાગૃતિ કાર્યક્રમ અને 10મો બેંકર્સ જાગૃતિ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અધ્યક્ષતા પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ (P&PW)ના સચિવ શ્રી વી. શ્રીનિવાસ દ્વારા કરવામાં આવી હતી

આ કાર્યક્રમોમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોના 350થી વધુ કેન્દ્ર સરકારના પેન્શનર્સ અને પંજાબ નેશનલ બેંક (PNB)ના આઠ સેન્ટ્રલ પેન્શન પ્રોસેસિંગ સેન્ટર્સ (CPPCs)ના અધિકારીઓ સહિત 80 બેંકરોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમો અમદાવાદ અને વડોદરાના પેન્શનર્સ કલ્યાણ સંગઠનોના સહયોગથી યોજવામાં આવ્યા હતા.

Related Posts