આ વર્ષે મેઘરાજા અમુક જીલ્લાઓ પર વધુ મહેરબાન થયા હોય તેમ વરસ્યા હતા, ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે અનેક જળાશયોમાં પાણીની આવક થઈ છે. ત્યારે બનાસકાંઠાના ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે દાંતીવાડા ડેમની સપાટી 601.90 ફૂટે પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે. ત્યારે તંત્ર દ્વારા રેડ સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબકતા દાંતીવાડા ડેમમાં પાણીની વધારે આવક થયો છે. દાંતીવાડા ડેમની સપાટી 601.90 ફૂટે પહોંચી છે. જેના કારણે નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. ઉપરવાસમાંથી 1 લાખ 72 હજાર 622 ક્યુસેક પાણીની આવક થઈ છે. નર્મદા ડેમના 10 દરવાજા 1.05 મીટર ખોલવામાં આવ્યા છે. ત્યારે 1 લાખ 41 હજાર 736 ક્યુસેક પાણી નર્મદા નદીમાં જાવક કરવામાં આવી છે.


















Recent Comments