ગુજરાતમાં રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોથી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ સતત વધી રહ્યો છે. રાજ્યના મહત્તમ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય સહિતના અનેકવિધ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે. જે પૈકી પ્રાકૃતિક કૃષિ માટે સૌથી જરૂરી એવી દેશી ગાયના નિભાવ ખર્ચ માટે પણ ખેડૂતોને સહાય આપવામાં આવે છે.
પ્રગતિ કરી છે. આમાં રાજ્યની નમો શ્રી યોજનાનો મહત્વપૂર્ણ ફાળો છે. આ યોજનાએ દરેક વર્ગની સગર્ભા સ્ત્રીઓ અને માતાઓનું આરોગ્ય અને પોષણ સુનિશ્ચિત કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, નમો શ્રી યોજના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મહત્વાકાંક્ષી યોજનાઓ પૈકીની એક છે, જે ફેબ્રુઆરી 2024માં શરૂ કરવામાં આવી હતી. માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં આ યોજના 6 લાખ 21 હજારથી વધુ લાભાર્થીઓ સુધી પહોંચી છે, જેમને ₹354 કરોડથી વધુની નાણાકીય સહાય સીધી તેમના બૅન્ક ખાતામાં જમા કરાવવામાં આવી છે. જો નોંધણીની વાત કરીએ, તો માત્ર દોઢ વર્ષમાં 7 સપ્ટેમ્બર 2025 સુધી રાજ્યની લગભગ 11 લાખ મહિલાઓ નમો શ્રી યોજના હેઠળ નોંધણી કરાવી ચૂકી છે.
પોષણથી આર્થિક સશક્તિકરણ સુધી, નમો શ્રી યોજના શું છે?
નમો શ્રી યોજના હેઠળ પાત્ર મહિલાઓને તેમના પહેલા બે જીવિત બાળકો માટે તબક્કાવાર ₹12,000 સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે, જે કેન્દ્રની પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) અને જનની સુરક્ષા યોજના (JSY) યોજનાઓના લાભો સાથે સંયુક્ત રીતે પૂરી પાડવામાં આવે છે. પ્રથમ ગર્ભાવસ્થામાં ચાર તબક્કામાં સહાય પૂરી પાડવામાં આવે છે: નોંધણી પર ₹5,000 (રાજ્ય ₹2,000 + કેન્દ્ર ₹3,000), ગર્ભાવસ્થાના છ મહિના પછી ₹2,000 (રાજ્ય), સંસ્થાકીય પ્રસૂતિ પછી તરત જ ₹3,000 (રાજ્ય) અને 14મા અઠવાડિયાના રસીકરણ બાદ ₹2,000 (કેન્દ્ર સરકાર દ્વારા).
અત્રે ઉલ્લેખનીય છે કે, બીજી ગર્ભાવસ્થા માટે સહાયની પ્રક્રિયા થોડી અલગ છે. આમાં, રાજ્ય સરકાર નોંધણી સમયે ₹2,000, છ મહિનાની ગર્ભાવસ્થા બાદ ₹3,000, સંસ્થાકીય પ્રસૂતિ પછી ₹6,000 (છોકરી હોય તો કેન્દ્ર તરફથી સહાય અને છોકરો હોય તો રાજ્ય સરકાર તરફથી સહાય) અને 14મા અઠવાડિયાના રસીકરણ બાદ રાજ્ય સરકાર ₹1,000 આપે છે.
નમો શ્રી યોજના માટે અરજીની પ્રક્રિયા શું છે?
ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી નમો શ્રી યોજનાના લાભો હવે મહિલાઓ સુધી વધુ સરળ અને પારદર્શક રીતે પહોંચી રહ્યા છે. આ અંતર્ગત સગર્ભા મહિલાઓની નેંધણી આરોગ્ય કેન્દ્રથી માંડીને પ્રાદેશિક સ્તર સુધી રાજ્ય સ્તરના TeCHO+ પોર્ટલ પર કરવામાં આવે છે, જ્યાં લાભાર્થીને સંબંધિત જરૂરી દસ્તાવેજો અપલોડ કરવામાં આવે છે. ત્યારબાદ આ દસ્તાવેજોની ચકાસણી આરોગ્ય કેન્દ્ર અને તાલુકા સ્તરે કરવામાં આવે છે અને અંતિમ પુષ્ટિ રાજ્ય સ્તરે PFMS સિસ્ટમના માધ્યમથી થાય છે. આ પછી લાભાર્થી મહિલાના બૅન્ક ખાતામાં રકમ DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા જમા કરવામાં આવે છે. આ સુવ્યવસ્થિત પ્રક્રિયાએ મહિલાઓને સમયસર યોજનાનો લાભ મળે અને પારદર્શિતા જળવાય એ સુનિશ્ચિત કર્યું છે.
2013થી 2023 દરમ્યાન ગુજરાતમાં માતા મૃત્યુ દર (MMR)માં 54.5%નો ઘટાડો
ગુજરાત પ્રવાસન નિગમના ઉપક્રમે આયોજિત આ પ્રકારના પ્રથમ-અનોખા કાર્યક્રમનો શુભારંભ પંજાબના રાજ્યપાલ તથા ચંદીગઢના વહીવટદાર શ્રી ગુલાબચંદ કટારિયાના હસ્તે તેમજ ગુજરાતના પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમના મુખ્ય અતિથિ પંજાબના રાજ્યપાલ-ચંદીગઢના વહીવટદાર શ્રી ગુલાબચંદ કટારિયાએ કહ્યું કે, ઉદયપુર જેવા ઐતિહાસિક અને સાંસ્કૃતિક શહેરમાં વાઇબ્રન્ટ ગુજરાત કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન આપણા સૌ માટે ગર્વની બાબત છે. ઉદયપુર, જેને તળાવોની નગરી કહેવામાં આવે છે, અને ગુજરાત, જેને જીવંત સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસા માટે ઓળખવામાં આવે છે, બંનેનો સંગમ અદભૂત સંયોગ છે. આ પ્રકારના કાર્યક્રમો આપણા ભારતીય સાંસ્કૃતિક વારસાને વધુ મજબૂત કરશે. સાથે સાથે ભારતને પ્રવાસનના ક્ષેત્રમાં વૈશ્વિક નકશા પર વધુ મજબૂતાઈથી સ્થાપિત કરશે.
શ્રી કટારિયાએ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, આ પ્રકારના આયોજનો દ્વારા કલાકારોના માધ્યમથી બંને રાજ્યોને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ભારતની તાકાત તેની વિવિધતા અને સંસ્કૃતિમાં છે. આ વિવિધતા જ આપણને દુનિયાના સૌથી આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત કરે છે. ગુજરાત હોય કે રાજસ્થાન, આપણા તહેવારો, આપણી નૃત્ય પરંપરાઓ, લોકગીતો, ખાવા-પીવાનું અને શિલ્પકલા, આખી દુનિયાને ભારતીય સંસ્કૃતિની ઝલક બતાવે છે. ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યો સાંસ્કૃતિક આદાન-પ્રદાન, પ્રવાસન વિકાસ થકી દેશના આર્થિક સશક્તીકરણમાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યા છે. આજનો આ કાર્યક્રમ એ જ કડીનો ભાગ છે, જે સંદેશ આપે છે કે પ્રવાસન માત્ર આર્થિક જ નહિ, પરંતુ સાંસ્કૃતિક એકતાનું માધ્યમ પણ છે.
ગુજરાતના પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈએ જણાવ્યુ કે, રાજસ્થાન અને ગુજરાતનો સંબંધ બહુ જૂનો અને મજબૂત છે. ખાણી-પીણી, રહેણી-કરણી તેમજ પરંપરાઓમાં તેની ઝલક જોવા મળે છે. આજના આ આયોજનમાં ગુજરાતના ભોજનનો સ્વાદ પણ છે અને પરંપરાગત ગરબાની ઝલક પણ. આ આયોજન બંને રાજ્યો વચ્ચેના અતૂટ સંબંધને વધુ મજબૂત બનાવશે.
આ ગરબામાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ પરંપરાગત વસ્ત્રોમાં ભાગ લીધો હતો. કોઈએ ગુજરાતના લોકજીવનને દર્શાવતી ચણિયા ચોળી અને કેડીયુ તથા ચોરણા ધારણ કર્યા, તો કેટલાક ખેલૈયાઓએ રાજપૂતાના ગૌરવનું પ્રતિનિધિત્વ કરતા ધોતી-કુર્તા અને મેવાડી પાગ અથવા મારવાડી સાફા સાથે અલગ જ છટા પાથરી હતી. ગુજરાતના પરંપરાગત લોકગીતો અને લોકનૃત્યની ધુન પર થનગનતા પગ એક ભારત-શ્રેષ્ઠ ભારતનું દિગ્દર્શન કરતા હોય, તેવો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ શ્રી ચુન્નીલાલ ગરાસિયા, શહેરના ધારાસભ્ય શ્રી તારાચંદ જૈન, ગુજરાતના પ્રવાસન સચિવ રાજેન્દ્ર કુમાર, ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર પ્રભવ
શપથ ગ્રહણ બાદ મુખ્ય ન્યાયાધીશશ્રી, મુખ્યમંત્રીશ્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યમંત્રીશ્રી એકનાથ શિંદેએ રાજ્યપાલશ્રીને પુષ્પગુચ્છ આપીને અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે રાજ્યપાલશ્રીને ભારતીય નૌસેના તરફથી વિશેષ સન્માન આપવામાં આવ્યું.
શપથ ગ્રહણ સમારોહની શરુઆતમાં રાષ્ટ્રગાન અને રાજ્યગાન સંપન્ન થયા બાદ મહારાષ્ટ્રના મુખ્ય સચિવશ્રી રાજેશ કુમાર દ્વારા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ દ્વારા આચાર્ય દેવવ્રતજીને રાજ્યપાલ તરીકે નિયુક્તી અંગે બહાર પડાયેલી અધિસૂચનાનું પઠન કરવામાં આવ્યું. બાદમાં રાજ્યપાલશ્રીએ સંસ્કૃત ભાષામાં શપથ ગ્રહણ કરી પદભાર સંભાળ્યો હતો. ત્યારબાદ ફરીથી રાષ્ટ્રગાન અને રાજ્યગાન સાથે શપથવિધિ પૂર્ણ થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલશ્રી સી. પી. રાધાકૃષ્ણન ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પર ચૂંટાયા હોવાના કારણે આ પદ ખાલી પડ્યું હતુ. જે અનુસંધાને રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને મહારાષ્ટ્રના રાજ્યપાલ પદનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.
આ શપથ ગ્રહણ સમારોહમાં લેડી ગર્વનર શ્રીમતી દર્શના દેવી સહિત પરિવારના સભ્યો, વિધાન પરિષદના અધ્યક્ષશ્રી પ્રો. રામ શિંદે, વિધાનસભાના અધ્યક્ષશ્રી રાહુલ નાર્વેકર, વિધાન પરિષદના ઉપાધ્યક્ષશ્રી ડૉ. નીલમ ગોરે, કૌશલ વિકાસ મંત્રીશ્રી મંગલપ્રભાત લોઢા, રમતગમત મંત્રીશ્રી માણિકરાવ કોકાટે, મુખ્યસચિવશ્રી રાજેશ કુમાર, પોલીસ મહાસંચાલકશ્રી રશ્મિ શુક્લા, અધિક મુખ્ય સચિવશ્રી મનીષા મ્હૈસકર, રાજ્યપાલના સચિવશ્રી ડૉ. પ્રશાંત નારનવરે, ઉપસચિવશ્રી એસ. રામમૂર્તિ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.


















Recent Comments