અમરેલી

ચણાકાની માધ્યમિક શાળાનાં શિક્ષિકા શ્રી મીરા વૈષ્ણવને ‘પ્રતિભાશાળી શિક્ષક’ સન્માન

વિજ્ઞાન શિક્ષણની ઉત્તમ પ્રવૃત્તિ માટે શિક્ષક દિવસ પ્રસંગે ચણાકા (ઉમરાળી) ગામની માધ્યમિક શાળાનાં શિક્ષિકા શ્રી મીરા વૈષ્ણવને ‘પ્રતિભાશાળી શિક્ષક’ સન્માન અર્પણ થયેલ છે.

જૂનાગઢ જિલ્લામાં ભેંસાણ તાલુકાના ચણાકા (ઉમરાળી) ગામની શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર માધ્યમિકમાં ગણિત વિજ્ઞાન શિક્ષિકા શ્રી મીરા વૈષ્ણવને શિક્ષક દિવસ પ્રસંગે ‘પ્રતિભાશાળી શિક્ષક’ સન્માન અર્પણ થયું છે.

અમદાવાદમાં અવકાશ સંશોધન સંસ્થા ઈસરો દ્વારા વિદ્યાર્થીઓ માટે ભાવિ વૈજ્ઞાનિક કાર્યક્રમ યોજાયેલ તેમાં જૂનાગઢ જિલ્લામાંથી એક માત્ર શ્રી મીરા વૈષ્ણવ સ્થાન પામ્યાં હતાં.

વિજ્ઞાન શિક્ષણની ઉત્તમ પ્રવૃત્તિ માટે શિક્ષક દિવસ પ્રસંગે જિલ્લા સમાહર્તા શ્રી અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી લતાબેન ઉપાધ્યાય, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ સન્માન અર્પણ થયું.

Related Posts