અમરેલી

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ અમરેલી જિલ્લા તરફથી સંલગ્ન આવેદન થી માનનીય પ્રધાનમંત્રી શ્રી ને સંબોધિત કરેલ છે

આ આવેદન તારીખ 1 સપ્ટેમ્બર 2025 ના રોજ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા શિક્ષક પાત્રતા પરીક્ષા TET માટે ફરજિયાત કરવા અંગે આપેલા નિર્ણયથી ઉભી થયેલ ગંભીર પરિસ્થિતિ વિશે છે.
આ નિર્ણયના કારણે દેશભરના લાખો શિક્ષકોની સેવા સુરક્ષા તથા આજીવિકા સંકટમાં મુકાય છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ની માનનીય પ્રધાનમંત્રી શ્રી ને આ વિષયમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી છે. સંલગ્ન આવેદન યોગ્ય માધ્યમથી માનનીય પ્રધાનમંત્રી કચેરી(PMO) સુધી પહોંચતું કરવા વિનંતી છે.આજ રોજ સમગ્ર ભારતમાં આવેદનપત્ર આપવામાં આવેલ છે. તે અન્વયે અમરેલી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપેલ, જેમાં પ્રાંત મંત્રી ભાભલુભાઈ વરૂ, નીરવભાઈ કારિયા, મનીષભાઈ સિદ્ધપરા, વિજયભાઈ મકવાણા, રામભાઈ કેશવાલા, ભરતભાઈ મકવાણા, મનીષભાઈ અગ્રાવત, રજનીભાઇ મકવાણા, કલ્પેશભાઈ સાબવા, આશિષભાઇ ચૌહાણ, મુકેશભાઈ નાકરણી, ભ્રમિતસિંહ ચૌહાણ, નૈમેશભાઈ પંડ્યા, દર્પણભાઈ ઉપાધ્યાય, સુરેશભાઈ ટાંક, સનિલભાઈ વડોદરિયા ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts