ભાવનગર શિશુવિહાર ના ઉપક્રમે ભૂલકા મેળો સંકલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ ભાવનગર શાખા ભૂલકાઓને પોષણ પૂરું પાડી તેમનામાં પાયાના શિક્ષણ સાથે સંસ્કારો નું સિંચન કરે છે. ભાવનગર કોર્પોરેશન દ્વારા શિશુવિહાર ખાતે “શિક્ષણમાં સર્જનાત્મકતા” વિચાર સાથે મહાનગરપાલિકાના મેયર શ્રી ભરતભાઈ બારડના અધ્યક્ષ સ્થાને ભુલકા મેળો યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોનાબહેન પારેખ, સોશિયલ વેલ્ફેર કમિટીના ચેરપર્સન શ્રી ભાવનગર બહેન તેમજ પ્રોગ્રામ ઓફિસર આર.કે.સિન્હા સાહેબ, ઉપસ્થિત રહ્યા હતા. ૪૫૦ થી વધુ બાળકો અને શિક્ષકો તથા વાલીઓની ઉપસ્થિતિમાં ડો. રાજીવ ઓઝા દ્વારા બાળકો માટે સર્વાંગી વિકાસ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ મેયર શ્રી તથા મહેમાનોના વરદ હસ્તે શિશુવિહાર દ્વારા પ્રકાશિત “મુગ્ધાવસ્થાના ઉંબરે – કિશોરી માર્ગદર્શન” પુસ્તિકા નું વિમોચન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો હતો. “શિક્ષણમાં સર્જનાત્મકતાની” થીમ મુજબના TLM રજૂ કરનાર આંગણવાડી કાર્યકર બહેનોને પ્રોત્સાહન રૂપે ભેટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ.
મનપા મેયર બારડ ની અધ્યક્ષતા માં શિશુવિહાર ના ઉપક્રમે ભૂલકા મેળો યોજાયો


















Recent Comments