અમરેલી

અમરેલી માં પેહલા લુખ્ખાઓના વરઘોડા કાઢતા હતા હવે નિર્દોષ બેન, દીકરીની મધ્યરાત્રે ધરપકડ કરાવી વરઘોડા કઢાવનાર ને હવે પાઠ ભણાવવા નો સમય આવ્યો છે

અમરેલી જીલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં આમ આદમી પાર્ટી ની ગુજરાત જોડો જનસભા નુ આયોજન લોહાણા મહાજન વાડી ખાતે કરવામાં આવ્યું હતુ. આ સભામાં આમ આદમી પાર્ટી ના પ્રદેશ પ્રમુખ એવા ખેડૂત નેતા ઈસુદાનભાઈ ગઢવી ભાજપ સરકાર પર આકરા પ્રહારો સાથે ભારે બેટિંગ કરતા જોવા મળ્યા હતા. ઈસુદાનભાઈ ગઢવી એ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતુ કે સમગ્ર ભારત સહીત ગુજરાતમાં ખેડૂતો સામે ની શોષણકારી વર્તમાન સરકાર ની નીતિઓ સામે પ્રહારો કરી આવનાર સમયમાં જિલ્લા કલેક્ટર મારા ખેડૂત ને સલામ મારે તેવુ ગુજરાત બનાવવું છે તો બીજી બાજુ અમરેલી માં ભારે ચર્ચીત પાયલ ગોટી કાંડ બાબતે પણ વડિયા ની સભામાં ભારે ચાબખા મારી જણાવ્યું હતુ કે પેહલા લુખ્ખાઓના વરઘોડા નીકળતા હતા હવે મારા ગુજરાત ની નિર્દોષ બેન દીકરીને આ અહંકારી નેતાઓ મધ્ય રાત્રીએ ઉપાડી ને વરઘોડા કઢાય છે આવા અહંકારી નેતાઓને હવે પાઠ ભણાવવાનો સમય પાકી ગયો છે હવે વિસાવદર વાળી જ કરવાનો એક જ વિકલ્પ બચ્યો હોવાનુ જણાવ્યું હતું. તો આમ આદમી પાર્ટી ના જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી એ વર્તમાન સરકાર ની દારૂ બંધી ની અમલવારી ની ભારે પોલ ખોલી ગૃહ મંત્રી હર્ષ સંઘવી ને આડેહાથ લીધા હતા અને સરકાર અને પોલીસના આશીર્વાદ થી ગલીએ ગલીએ દારૂના હાટડા ચાલી રહ્યા છે ત્યારે નાની ઉંમર માં મારી માં બેન દીકરીઓ વિધવા બનાવવા નુ પાપ વર્તમાન સરકાર કરી રહી છે તેવુ જણાવ્યું હતુ. સભામાં ઉપસ્થિત લોકોમાં પણ વરધોડા નો મુદ્દો ચર્ચાતો જોવા મળ્યો હતો અને લોકો બોલી રહ્યા હતા કે પેહલા બાવકુભાઇ વરઘોડા કાઢતા તે દારૂડિયા અને લુખ્ખાઓના હતા હવે દીકરીઓના વરઘોડા જોઈએ છે.આ સભામાં ભારે જન મેદની વડિયા અને આસપાસના ગામડાઓમાંથી ઉમટતા લોહાણા મહાજન વાળી નુ સમગ્ર ગ્રાઉન્ડ લોકોથી ભરાયું હતુ.તો આ સભામાં વડિયા સહીત આસપાસ ના ગ્રામીણ વિસ્તાર ના અનેક લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી આપ પાર્ટીમાં જોડાયા હતા.ભૂતકાળ માં વડિયા ખાતે જૂના નેતા ની સભા સિવાય ક્યારેય આટલી મોટી જન મેદની એકઠી થયેલી જોવા મળી ના હોવાથી આ મેદની જોતા વડિયા વિસ્તાર ના લોકો હવે પોતાની સમસ્યાઓથી કંટાળી ને વિસાવદર વાળી કરવાનાં મૂડ માં હોય તેવુ જોવા મળ્યું હતું. આ સભા આમ આદમી પાર્ટી ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, અમરેલી લોકસભા ઇન્ચાર્જ કાંતિભાઈ સતાસીયા, અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા, સુખાભાઈ વાળા, વિજયભાઈ ડોબરીયા, ભીખુભાઇ વોરા, દિલીપભાઈ શીંગાળા સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે વડિયા કુંકાવાવ તાલુકા આમ આદમી પાર્ટી ના વિજયભાઈ ડોબરીયા, ભીખુભાઇ વોરા, દિલીપભાઈ શીંગાળા, સુખાભાઈ વાળા, નીતિનભાઈ ગોંડલિયા સહીતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related Posts