અમરેલી

અમરેલી ખાતે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાશે

અમરેલી જિલ્લામાં “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો તા.૧૭મી સપ્ટેમ્બરથી અભિયાનનો પ્રારંભ થશે.

અમરેલીમાં સિવિલ હોસ્પિટલ પાસેના ઓડિટોરિયમ હોલ ખાતે તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ના ૧૦.૩૦ કલાકે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી મધ્ય પ્રદેશના ધાર ખાતેથી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન, ૮માં રાષ્ટ્રીય પોષણ માસના પ્રારંભ વગેરેના સંદર્ભે વર્ચ્યુઅલી સંબોધન કરશે.

Related Posts